મહેસાણા જિલ્લામાં વિધાનસભાની 7 પૈકી 6 બેઠક ભાજપે જીતી છે. આમ છતાં બે બેઠકોમાં વોટશેર આંશિક ઘટ્યો છે. જ્યારે જિલ્લામાં સૌથી વધુ 19.05 ટકા વોટશેર ઊંઝામાં વધ્યો છે. ઊંઝામાં 2017માં ભાજપને 40.70 ટકા મત મળ્યા હતા, જ્યારે આ ચૂંટણીમાં 59.75 ટકા મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસને 2017માં 53.46 અને 2022માં 25.03 મત મળ્યા છે.
જે 28.43 ટકાનો ઘટાડો સૂચવે છે. એજ રીતે ખેરાલુ બેઠક પર 2017 અને 2022માં ભાજપ જીત્યું છે. જોકે, વોટશેર 2017 કરતાં 2022માં 5.14 ટકા ઘટ્યો છે. જ્યારે 2017 કરતાં 2022માં કોંગ્રેસના મત 5.14 ટકા વધ્યા છે. વિજાપુર બેઠકમાં પણ કોંગ્રેસનો વોટશેર 2.72 ટકા વધ્યો છે. જિલ્લામાં સરેરાશ વોટશેર જોઇએ તો ભાજપમાં 4.43 ટકાનો વધારો થયો છે, જ્યારે કોંગ્રેસમાં 9.6 ટકાનો ઘટાડો નોંધાયો છે.
ભાજપના વોટશેરમાં વધ-ઘટ | |||
બેઠક | 2017 | 2022 | વધ-ઘટ |
ખેરાલુ | 41.44 | 36.3 | -5.14% |
ઊંઝા | 40.7 | 59.75 | 0.1605 |
વિસનગર | 48.94 | 55.11 | 0.0617 |
બહુચરાજી 39.54 | 42.96 | 0.0342 | |
કડી | 50.23 | 53.45 | 0.0322 |
મહેસાણા | 49. 06 | 56. 07 | #ERROR! |
વિજાપુર | 47. 80 | 45. 08 | - 2. 72% |
સરેરાશ | 45. 38 | 49. 81 | #ERROR! |
કોંગ્રેસના વોટશેરમાં વધ-ઘટ | |||
બેઠક | 2017 | 2022 | વધ-ઘટ |
ખેરાલુ | 26.49 | 33.7 | 7.21% |
ઊંઝા | 53.46 | 25.03 | -28.43% |
વિસનગર | 47.13 | 33.65 | -13.48% |
બહુચરાજી 49.14 | 36.02 | -13.12% | |
કડી | 46.2 | 39.37 | -6.83% |
મહેસાણા | 45.18 | 30.09 | -15.09% |
વિજાપુર | 47.03 | 49.52 | 0.0249 |
સરેરાશ | 44.94 | 35.34 | -9.60% |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.