છેલ્લા 27 વર્ષથી સતત ભાજપનો ગઢ બનેલી મહેસાણા બેઠક અપેક્ષા મુજબ જ વર્ષ 2022ની ચૂ઼ટણીમાં ભાજપે જીતી લીધી અને મત માર્જિનમાં આ સીટમાં જીતને પાછલા તમામ રેકોર્ડ તોડીને ઐતિહાસિક બનાવી છે.આ બેઠક પરથી વર્ષ 2017ના આંદોલન સળવળાટ વચ્ચે નીતીનભાઇ પટેલ પાતળી સરસાઇથી જીતીને નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.,આ જ બેઠકમાં વર્ષ 2012માં નીતીનભાઇએ વર્ષ 2012માં 24205 મતની લીડ મેળવી જીતી હતી.
ત્યાં આ વખતે મુકેશ પટેલને ભાજપે મેદાને ઉતાર્યા અને મુકેશભાઇએ છેલ્લા 59 વર્ષમાં 1963 થી યોજાયેલ 15 ચૂંટણીઓમાં હરીફ કરતાં સૌથી વધુ 45794 મતની લીડથી બેઠક હાંસલ કરીને મહેસાણા બેઠકને ભાજપની જીતમાં સવાઇ કરી છે. ઊંઝામાં ભાજપના કે.કે. પટેલે સૌથી વધુ 51468 મતોના માર્જીનથી ઉપર જીત મેળવી છે.છેલ્લે ઊંઝામાં વર્ષ 1990માં જનતાદળમાંથી ચીમનભાઇ પટેલ સૌથી વધુ 70475 મતોના માર્જીનથી જીત્યા હતા,ત્યારપછી ઊંઝાના 32 વર્ષમાં યોજાયેલ 8 ચૂંટણીમાં સૌથી વધુ 51468 મતોની લીડથી ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.