રાજકીય ચક્રવ્યૂહ:2017ના આંદોલનમાં ગુમાવેલી 15 બેઠક માટે ભાજપનો 'ચક્રવ્યૂહ’

મહેસાણા15 દિવસ પહેલાલેખક: હર્ષદ પટેલ
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • 2017માં ગુમાવેલી 15 બેઠકમાં 9 સૌરાષ્ટ્રની, 3 ઉત્તર ગુજરાતની અને 3 મધ્ય ગુજરાતની સામેલ છે

150 પ્લસના ટાર્ગેટ સાથે ચૂંટણી મેદાનમાં ઊતરેલી ભારતીય જનતા પાર્ટીએ 2017ની ચૂંટણીમાં સામાજિક પૃષ્ઠભૂમિ ધરાવતાં પાટીદાર અનામત આંદોલન, દલિત આંદોલન અને ઓબીસી આંદોલનને કારણે ગુમાવેલી 15 બેઠક આ વખતે કોઈપણ હિસાબે પાછી મેળવવા રાજકીય ચક્રવ્યૂહ અપનાવ્યો છે. આ એવી બેઠકો છે, જ્યાં ભાજપ 1998થી લઈ 2012 સુધીની તમામ ચારેય ચૂંટણી જીત્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમયની ફાઈલ તસવીર.
પાટીદાર અનામત આંદોલન સમયની ફાઈલ તસવીર.

તમામ બેઠકો ભાજપનો મજબૂત ગઢ હતી. 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં એકમાત્ર કોડીનારને બાદ કરતાં બાકીની તમામ 14 બેઠક પર પણ ભાજપને સારી લીડ મળી હતી. આ 15 બેઠકમાં 60% સૌરાષ્ટ્રની છે, જેમાં મોરબી, ટંકારા, કાલાવાડ, ખંભાળિયા, જૂનાગઢ, કોડીનાર, રાજુલા, સાવરકુંડલા અને તળાજા સહિત 9 બેઠકનો સમાવેશ થાય છે. જ્યારે ઉત્તર ગુજરાતની ત્રણ બેઠકમાં ઊંઝા, પાટણ અને રાધનપુર આવે છે. બાકીની ત્રણ મધ્ય ગુજરાતની છે, જેમાં ધંધૂકા, આણંદ અને ઉમરેઠ બેઠક છે.

પાટીદાર આંદોલન સમયે મંચસ્થ આંદોલનકારીઓની ફાઈલ તસવીર.
પાટીદાર આંદોલન સમયે મંચસ્થ આંદોલનકારીઓની ફાઈલ તસવીર.

ચક્રવ્યૂહના પહેલા ઘામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્યોને પક્ષપલટો કરાવી ભાજપમાં જોડવાનો વ્યૂહ હતો, જેના ભાગરૂપે ઊંઝાથી ચૂંટાયેલાં અને પાટીદાર આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવનારાં ડૉ. આશાબેન પટેલથી કોંગ્રેસના ગઢના કાંગરા ખેરવવાનું શરૂ કર્યું. ત્યાર બાદ રાધનપુરથી ચૂંટાયેલા અને ઓબીસી આંદોલનનો ચહેરો અલ્પેશ ઠાકોરને ભાજપમાં સામેલ કર્યા. પાટીદાર આંદોલનથી પ્રભાવિત મોરબીથી ચૂંટાયેલા બ્રિજેશ મેરજાને ખેંચી પ્રધાનપદું આપી દીધું. પછી કરજણના ધારાસભ્ય અક્ષય પટેલને કેસરિયો ખેસ પહેરાવી દીધો. વ્યૂહના બીજા ભાગમાં લોકસભામાં મળેલો જનાધાર ટકાવી રાખવા આ તમામ બેઠકો પર ચૂંટણી પહેલાંથી જ લોકો સાથે ખાટલા બેઠકો અને સંવાદો સહિત સતત કાર્યક્રમો કર્યા.

અન્ય સમાચારો પણ છે...