તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:ભાજપે અનુભવી કાર્યકરો સાથે મહિલા સરપંચ,કોંગ્રેસે રિટાયર્ડ બેંક કર્મચારી સાથે હોદ્દેદારના પત્ની મેદાનમાં

મહેસાણા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જિ.પં.ના પ્રમુખ પદની કૈયલ અને નાનીકડીમાં ભાજપ-કોંગ્રેસ આમને સામને

મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ અનુસુચિત જાતિના ઉમેદવાર માટે રિઝર્વ છે. ત્યારે 42 બેઠકો પૈકી વિસનગરની કાંસા એનએ તેમજ કડીની કૈયલ અને નાની કડી બેઠક પર ભાજપ અને કોંગ્રેસે એકબીજાથી ચડિયાતા ઉમેદવારોની પસંદગી કરી છે. જિલ્લા પંચાયત પોતાના હસ્તક કરવા ભાજપે કાંસા એનએમાં પરમાર અમીષાબેન રાજેશ કુમારને મેદાનમાં ઉતાર્યા છે. જે હાલ ગામના સરપંચ હોવાની સાથે તેમના પતિ પૂર્વ તાલુકા સદસ્ય રહી ચુક્યા છે. તેમની સામે કોંગ્રેસે જિલ્લા એસટી એસસી સેલના ચેરમેન મહેશભાઇ રાઠોડનાં પત્ની ભારતીબેન રાઠોડને મેદાનમાં ઉતાર્યા છે.

આ બેઠક પરથી આપનાં કુસુમબેન પરમાર પણ મેદાનમાં છે. નાની કડી બેઠકમાં ભાજપે કાર્યકર પ્રહલાદભાઇ પટેલને, જ્યારે કોંગ્રેસે રિટાયર બેંક કર્મચારી નરેશકુમાર સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે. કૈયલ બેઠક પર બંને પક્ષોએ અનુભવી કાર્યકરોને મેદાનમાં ઉતાર્યા છે. જેમાં ભાજપે અરૂણાબેન પરમાર અને કોંગ્રેસે ગીતાબેન પરમાર પર વિશ્વાસ મૂક્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો