પેટાચૂંટણીનું પરિણામ:મહેસાણા જિલ્લામાં બે નગરપાલિકાની બેઠકો પર ભાજપની અને બે તાલુકા પંચાયતની બેઠકો પર કૉંગ્રેસનો વિજય

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા અને વડનગર ન.પા.ની એક-એક બેઠક પર ભાજપનો વિજય
  • તાલુકા પંચાયતની વડસમા અને રાણપુર બેઠક પર કૉંગ્રેસનો વિજય

મહેસાણા જિલ્લામાં ખાલી પડેલી ચાર બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આજે જાહેર થયા છે, જેમાં જિલ્લામાં બે પાલિકાની બેઠક પર ભારતીય જનતા પાર્ટી અને બે તાલુકા પંચાયતની બેઠક પર કોંગ્રેસે જીત હાંસલ કરી છે.

મહેસાણા નગરપાલિકાના વોર્ડ નંબર 11ની બેઠક પર ભાજપના ઉમેદવારફાલ્ગુનીબેન પટેલની જીત થઈ છે. તો વડનગર પાલિકાના વોર્ડ નંબર 7ની બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં દર્શનાબેન સોનીની જીત થઈ છે. જ્યારે મહેસાણા તાલુકા પંચાયતની વડસમા બેઠક પર કોંગ્રેસના નટવરજી કાળાજી મકવાણાએ 215 મતે વિજય મેળવ્યો હતો. તો સતલાસણા તાલુકા પંચાયતની રણપુર બેઠક પર કોંગ્રેસના કનુભાઈ બારોટે 175 મતોથી વિજય બન્યા હતા.

મહેસાણા જિલ્લામાં બે નગરપાલિકાની એક એક બેઠક પર જીત મેળવ્યા બાદ મહેસાણા કમલમ ખાતે ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જીતેલા ઉમેદવારોને ફુલહાર કરી ફટાકડા ફોડી જીતની ઉજવણી કરવામા આવી હતી.

અન્ય સમાચારો પણ છે...