તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
જિલ્લા પંચાયતની 42 બેઠકોમાં ચૂંટણી લડવા 191 ફોર્મ ભરાયા હતા. જે પૈકી સોમવારે 78 ફોર્મ રદ થતાં 113 ફોર્મ રહ્યા હતા. મંગળવારે 1 કોંગી, 1 આપ અને 3 અપક્ષના ફોર્મ પરત ખેંચાતાં હવે 107 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. 107 પૈકી 41 ભાજપના, 40 કોંગ્રેસના, 18 આમ આદમી પાર્ટીના, 7 અપક્ષના અને 1 અન્ય ઉમેદવાર માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે.
નંદાસણ બેઠક પરથી કોંગી ઉમેદવાર તુષાર પટેલે ફોર્મ પરત ખેંચતાં ભાજપના વિનોદભાઇ પટેલ બિનહરીફ બન્યા છે. જ્યારે ખેરવા બેઠકના અપક્ષ કૈલાશબેન પટેલ, સૂરજ બેઠકના અપક્ષ મધીબેન ઠાકોર, ડાભલા બેઠકના અપક્ષ રાકેશભાઇ ચૌધરી, કૈયલ બેઠકના આપના મીનાબેને ફોર્મ પરત ખેંચ્યું હતું. કડા બેઠક પર બંને કોંગી ઉમેદવારોનાં ફોર્મ રદ થતાં અહીં ભાજપ અને આપ આમને સામને રહેશે. બાકી રહેતી 41 પૈકી 17 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ આમને-સામને, 20 બેઠકો પર ત્રિપાંખિયો જંગ અને 3 બેઠકો પર ભાજપ, કોંગ્રેસ અને આપ સાથે અપક્ષ ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે.
17 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ સામ-સામે
આંબલિયાસણ, ભાન્ડુ, ડાભલા, ડભોડા, દેદિયાસણ, કહોડા, કામલી, ખરોડ, લાડોલ, નાની કડી, રાજપુર, રાંતેજ, સંઘપુર, સતલાસણા, સવાલા, થોળ, ઉનાવા
3 બેઠકો પર 4 પક્ષોના ઉમેદવારો ટકરાશે
3 બેઠકો એવી છે કે જ્યાં ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવાર સાથે અપક્ષમાંથી પણ ઉમેદવારી નોંધાવી છે. આવી બલોલ, ગોઝારિયા અને મલેકપુર (ખ) બેઠકો છે.
જોટાણા સહિત 20 બેઠકો પર ત્રિપાંખિયો જંગ
ત્રિપાંખિયા જંગમાં 20 બેઠકો પૈકી અગોલ, બહુચરાજી, છાબલિયા, ડભાડ, ડાંગરવા, જોટાણા, કૈયલ, કાંસા એનએ, ખેરવા, લીંચ, મોઢેરા, પાંચોટ, સિપોર, સુંઢિયા અને સુરજ મળી કુલ 15 બેઠકો પર પર ભાજપ-કોંગ્રેસ-આપના ઉમેદવારોમાં મેદાનમાં છે. જ્યારે ગોઠવા, કુકરવાડા, લાંઘણજ અને વિજાપુર ઓજી એ 4 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે. સુદાસણા બેઠક ભાજપ-કોંગ્રેસ-બીએસપીના ઉમેદવાર છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.