તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:ભાજપ શાસિત દૂધસાગર ડેરીમાં કોંગ્રેસના બે અગ્રણીની વરણી, જિલ્લા પંચાયત ઉપપ્રમુખનો વિરોધ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડોસણના ભોપાજી ઠાકોર અને પાટણના કાનજી દેસાઈને દૂરડામાં ડિરેક્ટર બનાવવા સામે વિરોધ
  • વરણી રદ નહીં કરાય તો પક્ષના કાર્યાલય સામે ભૂખ હડતાળની અંબારામ ઠાકોરની ચીમકી

દૂધસાગર ડેરીમાં ભાજપે સત્તા મેળવ્યા બાદ દૂધસાગર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસોસીએશન (દૂરડા)માં ડિરેક્ટર તરીકે કોંગ્રેસના બે આગેવાનોની વરણી કરાતાં જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અંબારામ ઠાકોરે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે અને ભાજપના જિલ્લા, પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી આ બે હોદ્દેદારોને તાત્કાલિક દૂર કરવામાં નહીં આવે તો પક્ષના કાર્યાલય સામે ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી છે.

દૂરડામાં 7 ચૂંટાયેલા અને 7 સિલેક્ટેડ ડિરેક્ટરોની વરણી કરાઈ છે. 7 સિલેક્ટેડ ડિરેક્ટરોમાં મહેસાણા તાલુકાના વડોસણના અમરતજી ઉર્ફે ભોપાજી ઠાકોર અને પાટણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કાનજી મોતીભાઈ દેસાઈની વરણી કરાઈ છે. જે અંગે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અંબારામ ઠાકોરે જિલ્લા ભાજપ પ્રમુખ જશુ પટેલને પત્ર લખી પોતાની સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ઉમેદવારના પિતાને ડેરીમાં હોદ્દો મળતાં રોષ ઠાલવ્યો છે. આ પત્રમાં તેમણે કોંગ્રેસના બંને આગેવાનોને દૂરડાના હોદ્દા ઉપરથી તાત્કાલિક દૂર કરવા માંગ કરી છે. ડેરીના ચેરમેન અશોક ચૌધરીને ફોન કરતાં રિસીવ કરવાનું ટાળ્યું હતું.

દૂરડા ડિરેક્ટર (ચૂંટાયેલા પ્રતિનિધિ)
1. અશોકભાઈ ચૌધરી (ચેરમેન) (પ્રમુખ)
2. ધીરજકુમાર ચૌધરી (એમડી)(મંત્રી)
3. સરદારભાઈ શામળભાઈ ચૌધરી
4. અમરતભાઈ માધાભાઈ દેસાઈ
5. લક્ષ્મણભાઈ કાશીરામ પટેલ
6. યોગેશભાઈ ગોવિંદભાઈ પટેલ
7. સકતાભાઈ માયાભાઈ ભરવાડ

દૂરડાના પસંદ કરાયેલા ડિરેક્ટર
8. કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ (પાટણ) (ચૂંટાયેલા રમેશ રબારીની જગ્યાએ વરણી)
9. બળદેવ જેસંગભાઈ ચૌધરી (બાલવા)
10. ભૂલાભાઈ ગાંડાભાઈ દેસાઈ (કલોલ)
11. મંજૂરઅલી બાલસાસણીયા (સિદ્ધપુર)
12. મંગળભાઈ શંકરભાઈ પટેલ (વિજાપુર)
13. ચમનજી રાધુજી ઠાકોર (સરસ્વતી)
14. બાબુ ઘેમરભાઈ ચૌધરી (મહેસાણા)
15. જગતસિંહ ધનસિંહ પરમાર (વડનગર)
16. અમરતજી (ભોપાજી) ઠાકોર (વડોસણ)

અન્ય સમાચારો પણ છે...