તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપે ઉમેદવારોની પસંદગી માટે બનાવેલા માપદંડોને કારણે કેટલાક દાવેદારો ટિકિટ જાહેર થાય તે પહેલાં જ કપાઇ ગયા છે. ભાજપના 60 વર્ષ ઉપરના દાવેદારને ટિકિટ નહીં આપવાના નિર્ણયને પગલે મહેસાણા જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 4 નગરપાલિકામાં કુલ મળી 220 દાવેદારોનું ચૂંટણી લડવાનું સપનું રોળાઇ ગયું છે.
નવા નિયમમાં ટિકિટથી વંચિત દાવેદારોમાં 60 ટકા પક્ષના સિનિયર નેતાઓ છે. જે અગાઉ આ ચૂંટણી લડી ચૂક્યા છે અને વર્તમાન ચૂંટણીમાં ટિકિટની આશાએ મૌખિક પ્રચાર પણ શરૂ કરી દીધો હતો. જોકે, ભાજપે મંગળવારે 60થી વધુ ઉંમરના દાવેદારોને ફોન કરી તેમને ટિકિટ નહીં મળી શકે તેવી જાણ કરવાનું શરૂ કર્યું છે. આ અંગે જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઇ પટેલે કહ્યું કે, હવે યુવાનોને વધુ પ્રાધાન્ય મળશે. 60 વર્ષની ઓછી ઉંમરના ઉમેદવાર વધુ સારી રીતે કામ કરી શકે.
લાંબા ગાળે આ નિર્ણય વિપરીત પરિણામ લાવી શકે
60 વર્ષનાને ટિકિટ નહીંનો નિર્ણય અત્યાર સુધીના રાજકારણમાં પ્રથમ વખતનો નિર્ણય કહી શકાય. બંધારણીય રીતે ચૂંટણી લડવાનો અધિકાર તમામને છે અને આ બંધારણનો ભંગ કહી શકાય. પરંતુ આ પક્ષનો અંગત મત છે. ભાજપનો આ એક જુગાર છે. હાલમાં લોકજુવાળ જોતાં તેને કોઇ અસર નહીં દેખાય, પરંતુ આગળ જતાં વિપરીત પરિણામ આવી શકે છે. > વિમલ વૈદ્ય, રાજકીય વિશ્લેષક
ભાજપના કાર્યકર છીએ અને કામ કરતાં રહીશું
જિલ્લા પંચાયત પાંચોટ બેઠકના દાવેદાર મનુભાઇ ચોકસીએ કહ્યું કે, સાહીઠી વટાવી ચૂકેલાને ટિકિટ નહીં આપવાના નિર્ણયથી વડિલો નારાજ થાય તે સ્વાભાવિક છે. પરંતુ ભાજપના કાર્યકર છીએ કામ કરતાં રહીશું.
જીતની આશા હતી, પક્ષ ટિકિટ ન આપે તો શું?
મહેસાણા એપીએમસીના ડિરેકટર પ્રભુદાસ પટેલે જિલ્લા પંચાયતની લાંઘણજ બેઠક પરથી તેમનાં 66 વર્ષીય પત્ની પુરીબેન માટે ટિકિટ માગી હતી. તેમણે જણાવ્યું કે, અમે અમારી બેઠક પર સક્ષમ હતા અને જીતવાની આશા હતી, પરંતુ પક્ષ ટિકિટ ન આપે તો આપણે શું કરવાના.
આ પાર્ટીનો વિષય છે, જે અમારે શિરોમાન્ય છે
જિલ્લા પંચાયતની ખેરવા બેઠક પર દાવેદારી કરનારા અંબાલાલ પટેલ કે જે સતત 4 ટર્મથી જીતે છે તેમણે જણાવ્યું કે, ટિકિટ મારી ફાઇનલ હતી અને ગામ મારી સાથે હતું, પરંતુ પાર્ટીએ 60 વર્ષથી વધુ ઉંમર હોય તેમને ટિકિટ મળશે નહીં તેવી આજે જાણ કરી છે. આ પાર્ટીનો વિષય છે, જે અમારે શિરોમાન્ય છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.