કલેક્ટરને રજૂઆત:મહેસાણા જિલ્લાના BJP બક્ષીપંચ મોરચાનાએ OBC સમાજ માટે 27% અનામતની માંગ કરી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યસભા સાંસદની હાજરીમાં અનામત જાહેર કરવા કલેક્ટરને રજૂઆત કરી

મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના બીજેપી બક્ષીપંચ મોરચાનાએ આજે મહેસાણા કલેક્ટર કચેરી ખાતે સ્થાનિક સંસ્થાઓમાં OBC સમાજ માટે 27 % અનામત જાહેર કરવા આવેદનપત્ર આપી રજબઆત કરી જતી.

કલેક્ટર કચેરીએ રજૂઆત કરી
હાલમાં ગુજરાતમાં આગામી ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે આ સમય ગાળા દરમિયાન ગુજરાત ભરમાં સરકારી કર્મચારીઓ, સામાજિક આગેવાનો અને રાજકીય પાર્ટીઓ પોતાના મુદ્દાઓ સરકાર સમક્ષ મૂકી રહ્યા છે. ત્યારે બીજી બાજુ ગુજરાત સરકારમાં OBC સમાજ માટે દરેક સ્થાનિક સંસ્થાઓમાં સરપંચ, સદસ્ય, નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટર મેયર, તાલુકા સદસ્ય, જિલ્લા સદસ્ય, ચૂંટણીમાં OBC સમાજ માટે 27% અનામત રાખવા મુદ્દે આજે મહેસાણા જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાએ મહેસાણા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની માંગ દર્શાવી હતી.

અન્ય સમાચારો પણ છે...