બેદરકારી:જિલ્લામાં ચાર વર્ષથી ભાજપના સક્રિય કાર્યકરોને કાર્ડ મળ્યા નથી

મહેસાણા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2017ના સંગઠનની રચના સમયે સક્રિય કાર્યકરો પાસેથી રૂ.300 લેવાયા હતા

મહેસાણા જિલ્લા ભાજપના નવા સંગઠનની રચના કર્યાના બે વર્ષ થઈ ગયા છે. વર્તમાન જિલ્લા ભાજપ પ્રમુખને સવા વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં જિલ્લાના સક્રિય કાર્યકરોને આજદિન સુધી સક્રિય કાર્ડ મળ્યા નથી. લવાજમ ઉઘરાવ્યુ હોવા છતાં મોટાભાગના કાર્યકરોને પક્ષનું પાક્ષિક મનોગત મળતું નહી હોવાની ફરિયાદો ઉઠી છે.

મહેસાણા જિલ્લામાં વિસનગર શહેર અને તાલુકાના સંગઠનને બાદ કરતાં તમામ તાલુકા અને શહેરના નવા સંંગઠનની નવેમ્બર-2019માં રચના કરાઈ હતી. નવા સંગઠનની રચના પૂર્વે ભાજપ દ્વારા પ્રાથમિક સભ્યો અને સક્રિય સભ્યોની નોંધણી કરવામાં આવે છે.

તે સમયે જિલ્લાના સક્રિય સભ્યો પાસેથી કાર્ડ પેટે રૂપિયા 150 અને પક્ષના મુખપત્ર મનોગત મેગેઝિન પેટે રૂપિયા 150 મળીને કુલ રૂપિયા 300 લેવામાં આવ્યા હતા. વર્ષ 2017માં ઉઘરાવેલાં રૂપિયા 300 પેટે જિલ્લાના સક્રિય કાર્યકરોને આજદિન સુધી સક્રિય કાર્ડ મળ્યુ નહી હોવાની તેમજ મનોગત મેગેઝિન પણ મળતુ નહી હોવાની ફરિયાદો ઉઠી છે. જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે હજુ સુધી સક્રિય કાર્ડ નહી અપાયા હોવાનો સ્વીકાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...