તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રીજી વેવને આમંત્રણ:કડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓએ કોરોના ભૂલી ફોટોસેશન કરાવ્યું, કોવિડ ગાઇડલાઇનના ધજાગરા

મહેસાણા/કડી20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક અને સોશિયલ ડિસ્ટનના નિયમો માત્ર આમ જનતા માટે
  • એક વૃક્ષ પાછળ પંદરથી વધુ કાર્યકર્તાઓ ભેગા થઈ ફોટોસેસન યોજ્યું

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આજ રોજ મહેસાણા જિલ્લાના કડીમાં વૃક્ષા રોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ કડી નગરપાલિકાના સયુંકત ઉપક્રમે અલગ અલગ ત્રણ જગ્યાઓ પર યોજવામાં આવ્યો હતો. જેમાં કડીમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓ કોરોના ભૂલી ફોટોસેશન કરાવ્યું હતુ. અને કોવિડ ગાઇડલાઇનના ધજાગરા ઉડાવ્યા હતા.

એક વૃક્ષ પાછળ પંદરથી વધુ કાર્યકર્તાઓ જોડાઇ સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

કડીમાં નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ખુદ કડીના સ્થાનિક ભાજપના કાર્યકતાઓએ કોરોના ગાઈડલાઈનને ભૂલી એક જૂથ ભેગા મળી વૃક્ષો વાવીને ટોળે વળ્યા બાદ ફોટોસેસન કરાવતા નજરે પડ્યા હતા. કેટલાક કાર્યકતાઓ તો માસ્ક વિના જોવા મળ્યાં હતાં. તેમજ એક વૃક્ષની પાછળ 15 થી વધુ કાર્યકર્તાઓ ભીડ એકત્રિત કરી આ કાર્યક્રમમાં જોડાયા હતા. એક બાજુ મહેસાણા જિલ્લામાં કોરોનાને કારણે તંત્ર ધંધા રોજગાર ચલાવતા લોકો સામે ભીડ ભેગી કરવા મામલે લાલ આંખ કરતા નજરે પડે છે. ત્યારે આવા કાર્યક્રમોમાં ભાજપના કાર્યકર્તાઓ સામે આંખ મિચતા જોવા મળ્યા છે.

વૃક્ષા રોપણ સાથે કોવિડ ગાઈડલાઈન પણ એટલી જ જરૂરી

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને મુખ્યમંત્રી પણ અનેક વાર લોકોને કોરોના કાળમાં "દો ગજ કી દુરી " જાળવવા અપીલ કરતા હોય છે. ત્યારે તેમના જ વિસ્તારના કાર્યકરતાઓ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાઓને ઘોળીને પીગ્યા હોય એમ લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા બાદ નાગરિકોએ પણ આ મામલે સવાલ ઉઠાવ્યા છે.

ભાજપના કાર્યકર્તાઓ કોરોના ગાઈડલાઈન અને માસ્ક ભુલ્યા

આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા ભાજપ પ્રભારી કૌશલ્ય કુંવરબા અને જિલ્લા ભાજપના મહામંત્રીઓની ઉપસ્થિતમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં તો ભાજપના કાર્યકર્તાઓ કોરોના ગાઈડલાઈન અને માસ્ક ભુલાઈ ગયા હતા. ત્યારે આવનારા સમયમાં પણ આવા કાર્યક્રમોમાં કાર્યકરતાઓ ગાઈડલાઈનનું પાલન કરે છે કે નહીં એતો જોવું રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...