તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્યવસ્થા:જન્મ-મરણ દાખલા હવે મોબાઇલ ઉપર જ મળશે

મહેસાણા11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોરોના સંક્રમણ વધતાં નગરપાલિકામાં વ્યવસ્થા
 • eolakh.gujarat.gov.in પરથી ડાઉનલોડ કરી શકાશે
 • જુલાઇ સુધી એફિડેવિટ અને વિલંબિત ફીમાંથી મુક્તિ અપાઇ

કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે નગરપાલિકામાં ફિઝિકલી જન્મ કે મરણના પ્રમાણપત્ર આપવાની હાલની પ્રથા કામચલાઉ મોકૂફ રખાઇ છે. પાલિકામાં જરૂરી આધાર પુરાવા સાથે ફોર્મ ભરનાર અરજદાર સૂચવેલ મોબાઇલ નંબર આધારે બે-ત્રણ દિવસમાં eolakh. gujarat. gov.in ઉપરથી આ પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકશે. જે સહી સાથેનો દાખલો આવશે અને તે ગ્રાહ્ય રહેશે. આ સાથે રાજ્ય સરકારે 31 જુલાઇ સુધી જન્મ-મરણ નોંધણી માટે એફિડેવિટ કરવામાંથી મુક્તિ તેમજ વિલંબિત નોંધણી ફી જતી કરવાનો નિર્ણય કર્યો છે.

હાલ મરણના દાખલા માટે નગરપાલિકામાં અરજદારોનો ધસારો રહે છે. જેમાં કોર્ટ ફીની રૂ. 3ની ટિકિટ, મૃતકનું ઓળખકાર્ડ, અરજદારના ઓળખકાર્ડની કોપી તેમજ હોસ્પિટલની પાવતી કે સ્મશાનની પાવતી સાથે ફોર્મ ભરી નગરપાલિકામાં જમા કરાવ્યા પછી અરજદારો સૂચિત દિવસે દાખલો મેળવવા પાલિકા જવું પડતું હતું.

પરંતુ હવે બે-ત્રણ દિવસમાં ફોર્મમાં દર્શાવેલા મોબાઇલ નંબર પર લીંકવાળો મેસેજ આવશે, તેના પર ટચ કરી પ્રમાણપત્ર ડાઉનલોડ કરી શકાશે અને એક કરતાં વધુ કોપી ડાઉનલોડ કરીને મેળવી શકાશે. અગાઉ ફિઝિકલ પ્રમાણપત્રમાં એક ફ્રી પછી પ્રમાણપત્ર દીઠ રૂ.23 અરજદારે ચૂકવવા પડતા હતા, જ્યારે મોબાઇલથી પ્રમાણપત્ર ડાઉનલોડ કરવામાં કોઇ ચાર્જ ભરવાનો રહેશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો