આ બેદરકારી ભારે પડશે:કડી શહેરમાં આવેલી કોર્પોરેશન બેંકની સામેથી વધુ એકવાર બાયોમેડીકલ વેસ્ટ મળી આવ્યો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ અનેક સ્થળેથી મેડિકલ વેસ્ટ મળી આવ્યા હતા

મહેસાણા જિલ્લામાં આવેલા કડી શહેરમાં અવારનવાર અલગ અલગ સ્થળેથી અનેક વાર બાયોમેડીકલ વેસ્ટ મળી આવવાની ઘટનાઓ હવે રોજની થતી જાય છે. અગાઉ પણ અનેક સ્થળેથી મેડિકલ વેસ્ટ મળી આવ્યા હતા. ત્યારે વધુ એક વાર કોર્પોરેશન બેંકની સામેથી મેડિકલ વેસ્ટ મળી આવતા સ્થાનિકો અકળાયા છે.

રોડ પર ખુલ્લામાં ગ્લુકોજની બોટલો ઇન્જેશન મળી આવ્યા
કડી શહેરમાં ઢગલા બંધ હોસ્પિટલ અને ખાનગી દવાખાના આવેલા છે ત્યારે દર્દીઓની સારવારમાં વપરાયેલા વસ્તુઓ આમ જાહેરમાં ફેંકી દેવામાં આવતા અન્ય લોકોને પણ દર્દીના ચેપ લાગી શકે છે. ત્યારે કડી શહેરમાં આવેલા કોર્પોરેશન બેન્ક નજીક એક કોથળીમાં અજાણ્યા કોઈ વ્યક્તિએ ઇન્જેક્શન, દવાની કાચની સીસી અને ગ્લુકોઝની બોટલો કોથળીમાં ભરી આમ જાહેરમાં ફેંકી દેવામાં આવતા સ્થાનિક લોકો અકળાયા હતા.

જાગૃત નાગરિકે પાલિકામાં જાણ કરી
ગોપાલ પાર્ક કોમ્પલેક્ષના જાગૃત નાગરિકે આ મામલે કડી પાલિકાના પ્રમુખને ફોન કરી જાણ કરી હતી કે, પોતાની દુકાન બહાર બાયો મેડિકલ વેસ્ટ પડ્યો છે. આગળ એક કચરાના ઢગલામાં પણ મેડિકલ વેસ્ટ જોવા મળ્યો હતો.

તંત્ર માત્ર નોટિસો આપી સંતોસ માને છે
અગાઉ પણ કડી શહેરમાં અનેક વાર જાહેરમાં મેડિકલ વેસ્ટ ફેંકી ફેવની ઘટનાઓ સામે આવી હતી, ત્યારે આવા લોકો સામે તંત્ર દ્વારા કોઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નહોતી. ત્યારે આવી ઘટનાઓ હવે રોજની બની ગઈ હોય એમ લાગી રહ્યું છે. ત્યારે જિલ્લા આરોગ્ય પ્રસાસન આ મામલે તપાસ કરે તો યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...