ભક્તો સાવધાન:કડાં ખાતે આવેલ સિદ્ધેશ્વરી માતા મંદિર બહાર પાર્કિંગમાંથી 3 ભક્તોના બાઇક ચોરાયા

મહેસાણા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ ભક્તો ના બાઇક અલગ અલગ સમયે ચોરાયા
  • જુલાઈ મહિના માં ચોરાયેલા બાઇકો ની ફરિયાદ હવે દાખલ કરાઈ

વિસનગર તાલુકામાં આવેલા સુપ્રસિધ્ધ કડાં સિદ્ધેશ્વરી માતાના મંદિરના પાર્કિંગમાંથી બાઇકો ચોરી થયાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે જુલાઈ મહિનાના અલગ અલગ દિવસોમાં કુલ ત્રણ બાઇકોની ચોરી પાર્કિંગમાંથી થઈ હતી. આજે એક સાથે ત્રણ લોકોએ બાઇક ચોરી અંગેની ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ મથકમાં નોંધાવી હતી.

સિદ્ધેશ્વરી માતાના મંદિરના અનેક ભાવિ ભક્તો માતાના દર્શને આવતા હોય છે જોકે મંદિરની બહાર આવેલ પાર્કિંગમાં કેટલાક ભક્તોએ બાઇક પાર્ક કરી માતાના દર્શને જતા તસ્કરો કેટલાક માઇ ભક્તોના બાઇકો ઉઠાવી ગયાની ઘટના પ્રકાશમાં આવી છે. જોકે જુલાઈ મહિનામાં અલગ અલગ દિવસોમાં ત્રણ જેટલા ભક્તોના બાઇકો પાર્કિંગમાંથી ચોરો ઉઠાવી ગયા હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.

અમદાવાદના ચંદલોડિયા ખાતે રહેતા પરમાર વિજય કુમાર નામના ભક્ત કડાં ખાતે 11 જુલાઈના રોજ માતાના દર્શન કરવા આવ્યા હતા. પાર્કિંગમાં બાઇક પાર્ક કરી દર્શન કરવા મંદિરમાં ગયા અને ચોરો લાભ ઉઠાવી બાઇક ચોરી ગયા હતા. એવી જ રીતે ફરી વિજાપુરના ઠાકોર જયંતિજી નામના ભક્તનું પણ કડાં મંદિર પાર્કિંગમાંથી બાઇક પાર્ક કરી દર્શન કરવા ગયા અને બાઇક ચોરી ગયા હતા જોકે ફરી વાર 24 જુલાઈના રોડ કુકરવાડ ગામના પટેલ સોમાભાઈ કડાં ખાતે દર્શન કરવા આવ્યા હતા. તે સમયે તેઓનું પણ બાઇક પાર્કિંગ માંથી ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે.

એક મહિના બાદ ભક્તોના બાઇકોની કોઈ ભાળના મળતા આખરે એક સાથે વિસનગર તાલુકા પોલીસ મથકમાં ત્રણ બાઇક ચોરી થયાની ફરિયાદ નોંધાતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે પોલીસ તપાસમાં જ બહાર આવશે કે મંદિર કેમ્પસ માંથી ચોરોએ કેટલા બાઇક ચોર્યા છે.