દુર્ઘટના:બ્રાહ્મણવાડા પાસે ટ્રેક્ટર અથડાતાં બાઇકચાલકનું મોત, પત્નીને ઇજા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઊંઝા-સિદ્ધપુર હાઇવે પર અકસ્માતની ઘટના
  • પતિ-પત્ની અમદાવાદથી સિદ્ધપુર જઇ રહ્યા હતા

અમદાવાદના ચાંદલોડિયામાં રહેતું દંપતી શનિવાર સવારે બાઇક લઇને કામકાજ અર્થે સિદ્ધપુર જઇ રહ્યું હતું. ત્યારે બ્રાહ્મણવાડા નજીક ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતાં દંપતી રોડ પર પટકાયું હતું. આ અકસ્માતમાં પતિનું મોત નીપજ્યું હતું, જ્યારે પત્નીને ગંભીર ઇજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા સુરેશભાઇ હરગોવનભાઇ રાઠોડ (46) તેમની પત્ની વિજ્યાબેન (40) સાથે શનિવાર સવારે બાઇક (GJ 01 VP 0096) લઇને કામકાજ અર્થે સિદ્ધપુર જતા હતા. સવારે 9.30 વાગે દંપતી ઊંઝાના બ્રાહ્મણવાડા નજીક હાઇવે પરથી પસાર થઇ રહ્યું હતું, ત્યારે અજાણ્યા ટ્રેક્ટર ચાલકે બાઇકને ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત વિજ્યાબેનને સારવાર અર્થે ખસેડાયા હતા. આ મામલે ઊંઝા પોલીસે અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...