અકસ્માત:વિજાપુર-ધનપુરા રોડ પર રિક્ષાની ટક્કર વાગતાં બાઈકચાલકનું મોત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • નાગલપુરના એક્ટિવા ચાલક વૃદ્ધને કારચાલકે અડફેટે લેતાં ઇજા

મહેસાણા જિલ્લામાં મંગળવારે અકસ્માતના 2 બનાવમાં વિજાપુરના રામપુર (કોટ) ગામના બાઇક ચાલકનું રિક્ષાની ટક્કરે મોત થયું હતું. જ્યારે મહેસાણાના નાગલપુર ગામના એક્ટિવા લઇને જઇ રહેલા વૃદ્ધને કારચાલકે ટક્કર મારતાં ઇજા પહોંચી હતી. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. વિજાપુર તાલુકાના રામપુર (કોટ) ગામના પ્રજાપતિ હિમાંશુ ભગાભાઈ મંગળવાર સવારે બાઇક (GJ 02 CB 7208) લઇને ગોવિંદપુરાથી ધનપુરા રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે રિક્ષા (GJ 02 YY 8638)ના ચાલકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રોડ પર પટકાયેલા હિમાંશુ પ્રજાપતિને ગંભીર ઇજા પહોંચતાં તેનું મોત થયું હતું.

આ મામલે વિજાપુર પોલીસે રિક્ષાચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. મહેસાણાના નાગલપુર હાઇવે પર સમ્રાટનગરમાં રહેતા કકુજી ચંદાજી રાણા (75) મંગળવાર સવારે એક્ટિવા (GJ 02 CR 0809) લઇને પસાર થઇ રહ્યા હતા. ત્યારે પાછળથી આવી રહેલી કાર (GJ 12 DA 4574)એ એક્ટિવાને ટક્કર મારતાં રોડ પર પટકાતાં જમણા પગે અને ડાબા હાથે ઇજા થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...