તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:દૂધસાગર ડેરી પાસે કારની ટક્કરે બાઇકચાલકનું મોત

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક

મહેસાણા દૂધસાગર ડેરી પાસે કારચાલકે બાઇકને ટક્કર મારતાં બાઇકચાલકનું મોત થયું હતું. બી ડિવિજન પોલીસે કારચાલક સામે ગુનો નોંધ્યો હતો.

દૂધસાગર ડેરીમાંથી કામ કરી યુવક બાઇક પર ઘરે પરત જઇ રહ્યો હતો, ત્યારે ડેરી આગળ એમએચ 02 ડીડબ્લ્યુ 8539 નંબરની કારના ચાલકે ટક્કર મારી હતી. જે અકસ્માતમાં રોડ પર પટકાયેલા બાઇક સવારનું મોત થયું હતું. આ બનાવ સમયે હાજર નજીકની પંચવટી સોસાયટીમાં રહેતા કશ્યપભાઇ મહેન્દ્રભાઇ બારોટે પોલીસને જાણ કરી હતી. જ્યારે મહેસાણા-અમદાવાદ હાઇવે પર મહેસાણા નજીક સેલીબ્રેશન પાર્ટી પ્લોટની સામે કારના ચાલકે અહીંથી નીકળેલા બાઇકને પાછળથી ટક્કર મારતાં ચાલક ફંગોળાયો હતો. ઇજાગ્રસ્ત એવા મહેસાણાના વેલકમ એવન્યુ ફ્લેટમાં રહેતા બિરેન ઠક્કરને ડાબા પડખે, હાથે તેમજ શરીરે નાની મોટી ઇજાઓ થતાં સારવાર માટે ખસેડ્યા હતા. જે અંગે મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો