સારવાર:ચાઇના દોરી વાગતાં બાઇકચાલકનું જડબાના સ્નાયુ સાથે હાડકું ચિરાઇ ગયું, 40 ટાંકા આવ્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વડનગર-ખેરાલુ રોડ પર લીમડી-શેખપુર વચ્ચે સાંજના સમયે દોરી નહીં દેખાતાં બનેલી ઘટના
  • ખેરાલુ તાલુકાના લીમડી ગામના યુવાનની મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરાઇ

વડનગર-ખેરાલુ રોડ પર લીમડી અને શેખપુર (વડ) ગામ વચ્ચે લીમડી ગામના બાઇક ચાલકના મોઢા ઉપર ચાઇનિઝ દોરી વાગતાં જડબાના ભાગે સ્નાયુ અને હાડકું ચિરાઇ જતાં 40 ટાંકા આવ્યા હતા. લીમડીના રમેશજી મદારજી ઠાકોર શેખપુર (વડ) ગામના બે ખેતમજૂરોને શુક્રવારે સાંજે 6 વાગે બાઇક ઉપર મૂકવા જતા હતા.

ત્યારે લીમડી બસ સ્ટેન્ડથી શેખપુર (વડ) વચ્ચે રમેશજીના મોઢા ઉપર ચાઇનિઝ દોરી વીંટળાઇ જતાં હોઠ અને ગળા વચ્ચેના ભાગે ગંભીર ઇજા થતાં વડનગર સિવિલ લવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વિસનગર અને ત્યાંથી મહેસાણા ખાતે ડૉ. કિરીટ પટેલની હોસ્પિટલ લવાયા હતા. જ્યાં શનિવારે હોઠ અને ગળા વચ્ચેના જડબાના ભાગે ઓપરેશન કરવામાં આવ્યું હતું. દોરી વાગતાં 40 જેટલા ટાંકા આવ્યા હતા અને કાતિલ દોરીથી જડબાનું હાડકું પણ ચિરાઇ ગયું હતું.

દોરી ગળાની બે ઇંચ ઉપર રહી, નહીંતર જીવલેણ બનત દર્દીની સારવાર કરનાર ડૉ. કિરીટભાઇ પટેલે જણાવ્યું કે, દર્દીને મોઢામાં હોઠના નીચે અને ગળાના એકાદ-બે ઇંચ ઉપર દોરી ઘૂસી હતી. જડબાના ભાગે સ્નાયુ ચીરીને હાડકા ઉપર પણ દોરીએ ઘસરકો કર્યો છે. જડબા ઉપર ઇજા કરી છે, તેનાથી નીચે ગળામાં દોરી આવી હોત તો જીવલેણ બની શકે. નસીબજોગે જડબાના ભાગે દોરી ભરાઇ. 40 જેટલા ટાંકા લઇ સર્જરી કરાઇ છે. પ્રતિબંધિત ચાઇનિઝ દોરીનો ઉપયોગ ટાળવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...