તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસિક ત્રાસ:વિજાપુરના પિલવાઇની પરિણીતાએ પતિ અને નણંદના ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિણીતાને વિજાપુરથી વધુ સારવાર માટે હિમંતનગર ખસેડાઇ

વિજાપુર તાલુકાના પિલવાઇ ગામના આંબિલિયાવાસમાં રહેતી પરિણીતાને તેના પતિએ દારૂ પીને વારંવાર મારઝૂડ કરતા તેમજ જેઠાણી અને નણંદો દ્વારા માનસીક ત્રાસ આપતા પરિણીતાએ ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરિણીતાએ દવા પી લેતાં તાત્કાલીક વિજાપુર સીવીલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાંથી વધુ સારવાર માટે હિંમતનગર ખસેજડાઇ હતી. પોલીસ મહીલા નુ બયાન લઈને ચાર સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

આ અંગેની પોલીસ પાસેથી મળતી માહીતી અનુસાર, ઇડરના ચિત્રોડી ગામની મહિલાના લગ્ન પિલવાઇ ગામે આંમ્બલિયાવાસમાં રહેતા શૈલેશ જેણાભાઈ વાઘેલા સાથે થયા હતા. તેમને લગ્ન દરમિયાન એક બાળક પણ છે. જ્યારે પતિ દ્વારા પરિણીતાને વારંવાર દારૂ પીને મારઝૂડ કરાતા પરિણીતા પિયર ઇડર ખાતે રહેવા જતી રહીં હતી. જોકે, પરત મનાવીને લઇ આવ્યાં હતા. તેમ છતાં મહિલાના પતિએ દારૂ પીને મારઝૂડ ચાલુ રાખતા અને જેઠાણી તેમજ નણંદોએ પણ માનસીક ત્રાસ આપતા પરિણીતાએ કંટાળીને ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

પરિણીતા ઝેરી દવા ગટગટાવી માટે સારવાર માટે વિજાપુર દવાખાને લાવવામાં આવી હતી, જ્યાં તેના પિયરિયા પણ દોડી આવ્યાં હતા. જ્યાંથી પરિણીતાને વધુ સારવાર માટે હિંમતનગર ખસેડાઇ હતી. પરિણીતાના પિયરીયાઓ તેના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહિલાનું બયાન લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...