જિલ્લા કલેક્ટરે મંજૂરી આપતાં વિજાપુર એપીએમસીની ચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. ત્યારે જિલ્લા રજિસ્ટ્રારે ચૂંટણીનો નવો કાર્યક્રમ તૈયાર કરીને રાજ્ય નિયામકની મંજૂરી માટે મોકલી આપ્યો છે. ત્યારે ઓક્ટોબર અંત સુધીમાં બજાર સમિતિની ચૂંટણી યોજાઈ શકે છે.
છેલ્લા કેટલાક સમયથી વિલંબે પડેલી વિજાપુર બજાર સમિતિની ચૂંટણી કોવિડ ગાઈડલાઈન અંતર્ગત યોજવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા મંજૂરી અપાતા જિલ્લા રજિસ્ટર દ્વારા બજાર સમિતિની ચૂંટણી યોજવા માટેનો નવીન કાર્યક્રમ તૈયાર કરીને રાજ્યના નિયામકને મંજૂરી માટે મોકલી આપ્યો છે.
ત્યારે આગામી અઠવાડિયામાં એપીએમસીની ચૂંટણીની જાહેરનામું બહાર પાડવામાં આવશે અને દિવાળી ઉપર એટલે કે ઓક્ટોબર અંત સુધીમાં એપીએમસીની ચૂંટણી યોજાશેનું જિલ્લા રજિસ્ટ્રાર નિમેષ પટેલે જણાવ્યું હતું. વિજાપુર બજાર સમિતિની ચૂંટણી યોજવા માટેની મંજૂરી મળતા ભારે હલચલ સાથે તાલુકાના સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો છે. કેટલાક રાજનેતાઓએ એપીએમસી ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.