જવાનોનું સ્વાગત:લદાખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતી ITBP ફોર્સના જવાનોની સાઇકલ રેલી ઉંઝા પહોંચતાં સ્વાગત કરાયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જવાનોએ પીએમ મોદીના વતન વડનગરની તેમજ તારંગા હિલ, મોઢેરા સૂર્ય મંદિર અને બહુચરાજી યાત્રા ધામના દર્શન કર્યા

આઝાદી કા અમૃત મહોત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસ અન્વયે ITBP ફોર્સના જવાનો દ્વારા લદાખથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની સાઇકલ રેલી યોજવામાં આવી છે. જે રેલી આજે મહેસાણા જિલ્લાના ઊંઝા ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું.

સાઇકલ રેલી ઊંઝા ખાતે આવતા ઊંઝા પોલીસે પાયલોટિંગ કરી ઉમિયા મંદિર ખાતે પોલીસ બેન્ડ દ્વારા વાજતે ગાજતે આગમન કરવામાં આવ્યું હતું. જેમાં ઊંઝા પોલીસ અને મંદિરના ટ્રસ્ટીઓ તેમજ વિસનગ ડિવિઝનના ડીવાયએસપી એ.બી.વાળંદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.

રેલીમાં આવેલા જવાનોએ પીએમ મોદીના વતન વડનગરની તેમજ તારંગા હિલ, મોઢેરા સૂર્ય મંદિર અને બહુચરાજી યાત્રા ધામના દર્શન પોલીસ દ્વારા કરવામા આવ્યા હતા. તેમજ વડનગર ખાતે આવેલા શર્મિષ્ઠા તળાવ, કીર્તિ તોરણ, નરસિંહ મહેતાની ચોરીઓ જેવા સુપ્રસિદ્ધ હેરિટેજ સ્થળોની મુલાકાત લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...