તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:મહેસાણાના જાસ્કા ખાતે રૂ.1161.89 લાખના ખર્ચે તૈયાર થનાર 66 કે.વીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાત એનર્જી ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવશે

જાસ્કા ખાતે 66 કેવી સબ સ્ટેશન લાઇન ઉભી કરવા માટે 1161.89 લાખનો ખર્ચ થવાનો છે. જેમાં સીવિલ વર્ક સહિતનો સમાવેશ કરાયો છે. આ સબ સ્ટેશનની સ્થાપિત ક્ષમતા 30 એમ.વી.એ કરવાની છે. અને ભવિષ્યમાં વીજમાંગની જરૂરીયાતનો ધ્યામાં રાખીને સ્થાપિત ક્ષમતામાં વધારો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

સબ સ્ટેશનમાંથી 11 કેવીના પાંચ ફીડરો દ્વારા વીજ પુરવઠો પાડવાનું આયોજન

જાસ્કા ખાતેના તૈયાર થનાર સબ સ્ટેશનમાંથી 11 કેવીના પાંચ ફીડરો દ્વારા વીજ પુરવઠો પાડવાનું આયોજન કરાયું છે. જેમાં 10.08 કીમીની 11 કેવીની લાઇન ઉભી કરવાનું આયોજન કરાયું છે. આ સબ સ્ટેશન નિર્માણ થવાથી યુ.જી.વી.સી.એલને 16,01,418 યુનિટનું પ્રતિવર્ષ વિજ વિતરણ ખાધમાં બચત થશે. જેનાથી રૂ 43.68 લાખની પ્રતિ વર્ષ બચત થશે. ઉલ્લેખનીય છેકે ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડના ખેરાલું 02 પેટા વિભાગીય કચેરીના 23880 ગ્રાહકોને વધુ ગુણવત્તાયુક્ત અને સાતત્યપુર્ણ વિજ પુરવઠો પુરો પાડવામાં આવે છે.

સરકાર સૌના સાથ અને સૌના વિકાસથી કામ શરૂ

જેટ્કો મહેસાણા પ્રવહન વર્તુળ દ્વારા જાસ્કા ખાતે 66 કે.વી સબસ્ટેશનના ભૂમિપૂજન પ્રસંગે સંસદ સભ્ય શારદાબેન પટેલે જણાવ્યું હતું કે જાસ્કા ગામનો વિકાસ થાય તે દિશામાં સરકારનું નવીન પગલું છે. જાસ્કા ગામ સહિત આજુબાજુના નાગરિકોને ગુણવત્તાસભર પુરવઠો મળી રહે તે માટે સરકારે કટિબધ્ધતા બતાવી છે. ઉંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં વિકાસના અનેક કામો થઇ રહ્યાં છે. જિલ્લાના પ્રાથમિક, માળખાકીય સુવિધાઓ થકી આજે વિકાસની ગતિ વધી રહી છે. લોકોના જીવનમાં સકારત્મક અને ઉંચુ જીવન ધોરણના ધ્યેય સાથે સરકાર સૌના સાથ અને સૌના વિકાસથી કામ કરી રહી છે.

જેટ્કોના અધિક્ષક ઇજનેર એમ.જે.વસાવાએ જણાવ્યું હતું કે મહેસાણા પ્રવહન વર્તુળ કચેરીના કાર્યક્ષેત્ર હેઠળ સ્ટેશન કાર્યરત છે. જિલ્લામાં વીજ વપરાશની માંગને પહોંચી વળવા માટે જિલ્લામાં 66 કે.વીના નવીન 08 સબ સ્ટેશન પ્રસ્થાપિત કરવાનું આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...