મહિલાઓ માટે લાંબા વાળ સુંદરતાનું પ્રતીક માનવામાં આવે છે. વાળ વધારવા માટે યુવતીઓ શેમ્પૂ, કન્ડિશનર અને સાબુ પાછળ કેટલા રૂપિયા ખર્ચી નાખે છે. જોકે ઘણી યુવતીઓ એવી હોય છે કે બીજા લોકોની મદદ કરવા માટે પોતાના વાળનું દાન કરી દે છે. ત્યારે કચ્છની એક પરિણીતાએ પિતાની પ્રથમ પૂણ્યતિથિ પર કેન્સર પીડિત મહિલાઓ માટે મહેસાણાના વિસનગર ખાતે આવી પોતાના વાળનું દાન કરી એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
પિતાની પ્રથમ પુણ્યતિથિએ વાળનું દાન કર્યું
કચ્છ ભુજ ખાતે રહેતી માનસી પટેલે નામની પરિણીતાએ આજે મહેસાણાના વિસનગર ખાતે આવી પોતાના વાળનું દાન કર્યું હતું.કોરોના કાળ દરમિયાન માનસી પટેલના પિતાનું નિધન થયું હતું એ દરમિયાન પિતાને કોઈ દીકરો ન હોવાથી માનસી પટેલે અગ્નિદાહ આપ્યોહતો. આજે પિતાના મૃત્યુ પામે એક વર્ષ પૂર્ણ થતાં તેણે કેન્સર પીડિત માહિલાઓની મદદ કરવા પોતાના વાળનું દાન કર્યું હતું.
કેન્સર પીડિત મહિલાઓને મદદ કરી પિતાને શ્રદ્ધાંજલિ પાઠવી
માનસી પટેલ કચ્છ ભુજ ખાતે પતિ,બે બાળકીઓ અને પોતાની માતા સાથે રહે છે અને સ્પોર્ટના ડ્રેસ ડિઝાઇન કરવાનું કામ કરે છે. ત્યારે કચ્છમાં અન્ય એક યુવતીએ કરેલા કેશનું દાન જોઈ માનસી પટેલને પણ અન્ય માહિલાઓની મદદ કરવા પ્રેરણા મળી હતી અને પિતાની પ્રથમ તિથિ પર મહેસાણાના વિસનગર ખાતે આવી તેણે કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના હેર ડોનેટ કરી એક અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
એક સારું કામ કર્યાનો આનંદ થયો- માનસી પટેલ
માનસી પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા વાળનો કોઈ સારા કામમાં ઉપયોગ થાય અને કોઈને કામ લાગે તે હેતુથી દાન કર્યું છે. લોકો શું કહેશે તેની ચિંતા નથી. જેને જે સમજવું હોય તે સમજે મેં મારા વિચારો પ્રમાણે એક સારું કાર્ય કર્યું તેની મને ખુશી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.