તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રહ્મલીન:મહેસાણા ભીમનાથ મંદિરના ભ્રહ્મલીન મહંત શિવનારાયણપુરી બાપુ સમાધિષ્ઠ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અંતિમ દર્શનાર્થે દેશના વિવિધ મઠના મહંતો, ભક્તો ઊમટ્યા

મહેસાણાના પરા વિસ્તારમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરના શ્રી 1008 મહંત શિવનારાયણપુરી બાપુ શનિવારે બ્રહ્મલીન થતાં રવિવારે બાપુની પાલખીયાત્રા કાઢી નિજ મંદિર સંકુલમાં દેશના વિવિધ પ્રાંત મઠના મહંતોની ઉપસ્થિતિમાં સમાધિ અપાઇ હતી. બાપુના અંતિમ દર્શનાર્થે પંજાબ, હરિયાણા, ઇન્દોર સહિત વિવિધ રાજ્ય અને ગુજરાતના વિવિધ જિલ્લામાંથી મહંતો ઊમટ્યા હતા.

ભીમનાથ મહાદેવ મંદિરથી કૈલાસગમન પામેલા 94 વર્ષીય શિવનારાયણપુરી બાપુની પાલખીયાત્રા નીકળી હતી. જે પરા ટાવર સુધી પરિભ્રમણ કરી નિજમંદિર ફરી હતી. જેમાં મોટી સંખ્યામાં મહંતો, ભક્તો જોડાયા હતા. મંદિર સંકુલમાં સવારે 11 વાગે પરત પાલખી યાત્રા ફરતાં શિવનારાયપુરીને શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે સમાધિ અપાઇ હતી. જ્યાં હરિદ્વારથી મહંત સુખવેદપુરીજી, અલખેશ્વરપુરી, હરિયાણાથી મહંત કલ્યાણપુરીજી, ગાંધીનગર જાળેશ્વર મંદિરથી રામસ્વરૂપપુરી મહારાજ, ઇન્દોરથી રાજેન્દરપુરી મહારાજ, ચાણસ્માના પ્રકાશપુરીજી સહિત કચ્છ, ભાવનગર, બનાસકાંઠા, સોમનાથ, પંજાબ સહિતના અખાડા મઠના 50થી વધુ મહંતો તેમજ મોટી સંખ્યામાં ભક્તોએ બાપુના અંતિમ દર્શન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો