જીતનો જશ્ન:ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી દેશને ગૌરવ અપાવનાર ભાવિના પટેલનું વતન વડનગરમાં સ્વાગત કરાયું

મહેસાણા24 દિવસ પહેલા
  • જન્મ દિવસ નિમિત્તે આખા ગામમાં વરઘોડો કાઢી ભવ્ય સન્માન કરાયું

ટોક્યો પેરાઓલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવી ગુજરાતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. ભાવિના પટેલ મૂળ વડનગર તાલુકાના સુંઢિયા ગામની વતની છે. ભારતમાં પ્રથમ અને વિશ્વમાં 8મું રેન્કિંગ ધરાવતી ભાવિના પટેલ આજે પોતાના વતન માં આવી છે અને તે ખૂબ ખુશ છે. જ્યારે આખો દેશ ભાવિના પટેલની જીત માટે ગૌરવ લઈ રહ્યો છે. ત્યારે ભાવિના પટેલનું ગામ સુંઢિય પોતાની દિકરીની જીતનો જશ્ન મનાવી રહ્યું છે.

આજે જોગાનું જોગ ભાવિના પટેલનો જન્મ દિવસ પણ આજે છે. આજે સુંઢિયા ગામના યુવાનો તથા સોમજી પાટી પરિવાર દ્વારા જે.કે.લક્ષ્મી સિમેન્ટ તથા દાતા ઓના સહયોગથી ક્રિશ્ના બા સંકુલ ખાતે આજે ભાવિના નો સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. સુંઢિયા ગામ સોમજી પાટી પરિવાર તથા સમગ્ર ગામે ઉત્સાહ થી દીકરીનું સન્માન કર્યુ હતું અને સન્માન પત્ર પણ અર્પણ કર્યું હતું. સમગ્ર સુંઢિયા ગામના તમામ સમાજતથા સંસ્થાઓ દ્વારા દીકરી નું ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. ગામના આબાલ, વૃદ્ધ અને મહિલા તથા યુવાનો ભાવિના ને સન્માન આપવા માટે મોટી સંખ્યા માં હાજર રહ્યા હતા.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકા ના સૂંઢિયા ગામમાં ખેતી તથા કટલરીની દુકાન ચલાવતા હસમુખ પટેલની દીકરી ભાવિનાનાં લગ્ન અમદાવાદમાં વેપાર કરતા નિકુલ પટેલ સાથે થયાં છે.

ભાવિના પટેલ ESIC (એમ્પ્લોયી સ્ટેટ ઇન્સ્યોરન્સ સ્કીમ)ના કર્મચારી છે. 2008થી તે ટેબલ ટેનિસ રમે છે. એ ચાર વર્ષનાં હતાં ત્યારે તેમને પગે પોલિયો થયેલો. એ પછી શરૂ થયેલો સંઘર્ષ આજે પણ ચાલે છે.

ભાવિના પટેલે 2008થી 2020માં મેં નેશનલ ટુર્નામેન્ટમાં 12 ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. અને 28 આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે અને એમાં પાંચ ગોલ્ડ, 12 સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ જીત્યા છે. છેલ્લી એશિયન ગેમ્સમાં મેડલ મેળવ્યો હતો.

ગામની દીકરી સિલ્વર મેડલ મેળવી દેશ અને દુનિયામાં ગામનું નામ રોશન કર્યું છે ત્યારે ગામ આખું ખુશ થઈ ને જીત નો જશન મનાવી રહ્યું છે અને મીઠાઈ વહેંચી ફટાકડા ફોડી અને ગરબે ઘૂમી ને લોકો ઝૂમી ઉઠ્યા હતા અને આખું ગામ જાણે દિવાળી મનાવી રહ્યું હોય એવો સુંદર માહોલ રચાયો હતો. ખાસ આ કાર્યક્રમમાં ભાવિના તથા તેના પતિ નિકુંજ પટેલ, ભાવિના ના પિતા હસમુખ પટેલ, તેના મમ્મી નિરંજનાબેન તથા ગામના સરપંચ તથા અગ્રણીઓ ઉપરાંત ભાવિના ના કોચ લાલન વગેરે ખાસ ઉપસ્થિત રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...