તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સન્માન:ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર ભાવિના પટેલને જિલ્લા પંચાયત તરફથી પુરસ્કાર સહાય અપાશે

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પંચાયત દ્વારા 2,51,000 પ્રોત્સાહન સહાય આપી સન્માનિત કરશે

ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ મેળવનાર મહેસાણા જિલ્લાના એક નાનકડા ગામની દીકરી પેરાઓલિમ્પિક ટેબલ ટેનિસ માં સિલ્વર મેડલ મેળવી ઇતિહાસ રચતા સમગ્ર દેશ નું નામ રોશન કર્યું છે. જે બદલ આગામી સમય માં જિલ્લા પંચાયત દ્વારા ભાવિના પટેલ ને બે લાખ થી વધુ ની રકમ આપી પ્રોત્સાહન આપી સન્માનિત કરવામાં આવશે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની સામાન્ય પરિવારની દીકરી ભાવિના પટેલે પહેલી ભારતીય મહિલા ખેલાડી છે કે જેમણે ટોક્યો પેરલિમ્પિક ટેબલ ટેનિસ ગેમ માં સિલ્વર મેડલ મેળવી સમગ્ર ભારત દેશ ગુજરાત રાજ્ય અને મહેસાણા જિલ્લા ની શાન વધારી છે. ભાવિના પટેલ જિલ્લા માં બીજા ખેલાડીઓ માટે એક પ્રેરણા રૂપ બની છે ત્યારે જિલ્લા પંચાયત ના પ્રમુખ પ્રહલાદ ભાઈ પરમાર અને કારોબારી ચેરમેન હરી ભાઈ એન પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ભાવિના પટેલ ને જિલ્લા પંચાયત મહેસાણા દ્વારા આગામી સમય માં 2 લાખ 51 હજાર ની પ્રોત્સાહન સહાય આપી સન્માનિત કરવા આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...