મારામારી:વરઘોડામાં ભૂલથી પગ અડી જતાં ભંકોડા યુવકને માર માર્યો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કડીના આંબલિયારા ગામે લગ્નમાં બબાલ
  • ચાંદરડાના ત્રણ યુવાનો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ

કડીના આંબલિયારા ગામે ભત્રીજાના લગ્નના વરઘોડામાં ભૂલથી પગ અડી જતાં રામપુરા ભંકોડા ગામના યુવાનને ચાંદરડાના ત્રણ યુવાનોએ ભેગા મળી માર માર્યો હતો. બાવલુ પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, રામપુરા (ભંકોડા) ગામે અશરફભાઈ અબ્દુલભાઈ ચૌહાણ પરિવાર સાથે પોતાની ફઇના દીકરા ના લગ્નમાં આંબલિયારા ગામે ગયા હતા.

જ્યાં જાનના વરઘોડામાં તેમનો નાનો ભાઈ રફીક નાચતો હતો ત્યારે તેના પગની લાત સોનુ ભાઈને અડી જતાં તે ગાળો બોલવા લાગ્યો હતો. અશરફભાઈએ ગાળો બોલવાની ના પાડતાં સોનુભાઈ અને અન્ય ત્રણ શખ્સોએ તેમને લાકડી અને ગડદાપાટુનો માર માર્યો હતો. લાકડીના મારથી ઇજાગ્રસ્ત અશરફભાઈને કડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં તેમણે ચાંદરડા ગામના સિપાઈ સોનુભાઈ સુજાતભાઈ, આમીનભાઈ ફરીદભાઈ અને સુજાતભાઈ બચુભાઈ સિપાઈ સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...