તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિશેષ કરાર:ભાગવત ગીતા આધારિત અભ્યાસક્રમો અને વિશેષ અભ્યાસક્રમો વિકસાવાશે

મહેસાણા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઇસ્કોન અને ગણપત યુનિવર્સિટી વચ્ચે વિશેષ સહયોગ કરાર
 • ગીતાના સિધ્ધાંતો અને મૂલ્યો વિષયે સ્વામી ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજનું વ્યાખ્યાન

ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ણા કોન્સિયસનેસ ઇસ્કોન અને ગણપત વચ્ચે ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત વિશેના વિવિધ અભ્યાસક્રમો અને સંશોધન કાર્યો માટે સહયોગ કરવા માટે એક સમજણનો કરાર કરવામાં આવ્યો છે.

ગણપત યુનિવર્સિટી અને ઇસ્કોન વચ્ચેના સહિયારા ઉપક્રમનું નામ GUNI ISKON TEACHING ARM (GITA) રાખ્યું છે. એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ દસ્તાવેજની સાઈનીંગ સેરિમનીના અવસરે ઇસ્કોન તરફથી ઇસ્કોન ઇન્ડિયા અને ઇન્ટરનેશનલના ગવર્નિંગ બોડી કમિશનર ગોપાલકૃષ્ણ ગોસ્વામી મહારાજ ઉપસ્થિત રહી ગીતા ઉપક્રમના દસ્તાવેજ ઉપર સહી કરી હતી. તેઓએ ભગવદ્ ગીતા અને આધુનિક શિક્ષણમાં ગીતાની ભૂમિકા વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. ગણપત યુનિવર્સિટી તરફથી યુનિ.ના પ્રો. ચાન્સેલર અને ડાયરેક્ટર જનરલ પ્રો. ડો. મહેન્દ્ર શર્માએ દસ્તાવેજ પર સહી કરી હતી.

ઇસ્કોન અને ગણપત યુનિવર્સિટી વચ્ચે સાધવામાં આવેલી આ સમજૂતી ગીતા દ્વારા બંને પક્ષે તેમના ઉત્તમ પ્રયાસો દ્વારા યુનિ.ના વિદ્યાર્થીઓ પ્રાધ્યાપકો અને અન્ય અભ્યાસો સંશોધકો એવી સમજ કરવાનો પ્રયાસ કરાવશે કે કુદરતી સંસાધનો પર્યાવરણનો આદર કરીએ આધ્યાત્મિક રીતે સમૃદ્ધ બનીએ. આ અવસરે યુનિ.ના ટ્રસ્ટી મહાનુભાવો બોર્ડ ઓફ ગવર્નન્સના મેમ્બર્સ,પ્રો.વાઇસ ચાન્સલર ડો.અમિત પટેલ,એક્ઝી.ડીન,તમામ આચાર્ય, વડાઓ,ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો