તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મહેસાણાના ઉપનગર જૈન સંઘમાં બુધવારના પ્રેરણામૃતમાં મુનિરાજ શ્રીરાજસુંદરવિજયજી મ.સા.એ કહ્યું હતું કે, એક પ્રશ્ન વિચારવા જેવો છે કે જ્યારે પણ ક્રોધ આવે ત્યારે ક્રોધ કરનાર શા માટે જોરજોરથી ચિલ્લાઈને બોલતો હોય છે ? આપણને એમ લાગતું હોય છે કે, સામેની વ્યક્તિને દબાવવા માટે, પોતાનું પ્રભુત્વ પ્રસ્થાવિત કરવા માટે જોરથી બોલતો હોય છે. પણ ખરેખર આવું નથી. આના ઉત્તરને સમજતા પૂર્વે આ જ સંદર્ભની બીજી એક વાત પણ જોઈ લઈએ કે, બે વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે શારીરિક સો-બસો પગલા દૂર હોય તો પણ માત્ર હોઠનાં ફફડાવવા દ્વારા જ ખ્યાલ આવી જાય છે કે, તે શું કહેવા માંગે છે.
પ્રગાઢ પ્રેમ હોય તો હોઠ ફફડાવવાની જરૂર પડતી નથી. માત્ર આંખો જોઈને જ અંતરની વાતો ખ્યાલ આવી જાય અને પ્રેમ જો પરાકાષ્ઠા પર હોય તો આંખ જોવાની પણ જરૂર પડતી નથી. દૂર બેઠાં બેઠાં જ મનથી વાતો થઈ જાય છે. અંતે પરમાત્માનાં પ્રેમની તો વાત શું કરીએ તેઓને તો દૂર રહેલી વ્યક્તિની વાતો માટે મનનો ઉપયોગ કરવાની જરૂર નથી. ઉપયોગ વિના પણ ચિત્રની જેમ સામે બધુ જ સ્પષ્ટ હોય છે.
અર્થાત પ્રેમ હોય ત્યારે સામેની વ્યક્તિ દૂર હોય તો પણ સમીપ હોય અને પ્રેમનો અભાવ હોય ત્યારે સમીપ રહેલી વ્યક્તિ પણ અંતરથી દૂર છે. જ્યારે ક્રોધ આવતો હોય વ્યક્તિ ભલે ને એક ફૂટથી પણ વધુ સમીપ હોય પણ ત્યારે વ્યક્તિ શરીરથી સમીપ હોવા છતા હૃદયથી દૂર છે. એટલે જ દૂર રહેલી વ્યક્તિને સંભળાવવા કેટલું જોરથી બોલવું પડે. માટે ક્રોધમાં વ્યક્તિ જોર જોરથી બોલતો હોય છે. અનુભવને ક્યારેક યાદ કરશો તો ખ્યાલ આવશે કે, ક્યારેક વ્યક્તિ ફોન ઉપર ઝઘડો કરતો હોય ત્યારે ક્રોધ આવે તો જોર જોરથી બોલે છે.
હવે અહીં મને આ સમજાતું નથી કે, ફોન ઉપર જોર જોરથી બોલવાથી તે જેટલો દૂર છે. ત્યાં અવાજ નથી પહોંચવાનો છતા અંતરથી તે ઘણો દૂર થઈ જાય છે અને એટલે જ જોર જોરથી અવાજ થાય છે. ક્રોધને દૂર કરીએ અને પ્રેમભાવ કેળવી સૌને અંતરથી સમીપ લાવીએ.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.