નવા વર્ષે વેપારના શ્રીગણેશ:નૂતન વર્ષના પ્રારંભે મહેસાણા જિલ્લાના માર્કેટ યાર્ડ ખેત પેદાશોના વેપારથી ધમધમ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિસનગર માર્કેટ યાર્ડ ખાતે માતાજીની આરતી પૂજા કરી શુભ શરૂઆત કરાઈ
  • નવા વર્ષના પ્રારંભિક ખેડૂતોને કપાસના 1600 થી 1800 ભાવ મળ્યા

હર્ષોલ્લાસથી ઉજવાતા દિવાળીના પર્વ પર સમગ્ર રાજ્યના માર્કેટયાર્ડમાં મીની વેકેશન પાડવામાં આવ્યું હતું. જે બાદ નૂતન વર્ષના પ્રારંભે લાભ પાંચમ પછી શુભ મુહૂર્તે આજે મોટાભાગના માર્કેટયાર્ડોમાં ધાર્મિક વિધિ કરી ખેડૂતો અને વેપારીઓએ સાથે મળી નવું વર્ષ તમામ લોકો માટે લાભદાયી નિવડે તેવી શુભેચ્છા સાથે ખેત પેદાશોના સોદાઓની શરૂઆત કરી છે.

વિસનગર માર્કેટ યાર્ડ ખાતે માર્કેટયાર્ડના ચેરમેન અને બોર્ડ સભ્યો સાથે વેપારીઓ અને ખેડૂતોએ માતાજીની પૂજા આરતી કરી વેપારની શુભ શરૂઆત કરી છે. આજે પ્રથમ દિવસે ખેડૂતોને કપાસના વેપારમાં 1600 થી 1800 સુધીના ભાવ મળ્યા છે. જે જોતા ખેડૂતો અને વેપારીઓ આ નવું વર્ષ તમામ લોકો માટે શુભ નિવડે તેવી શુભેચ્છાઓ પાઠવી ધંધા રોજગારની શરૂઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...