તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવતર પ્રયોગ:શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંતર્ગત વિજાપુરના લાડોલ CRCની 10 શાળાઓમાં સજ્જતા વર્ધક પ્રોજેક્ટ શરૂ

મહેસાણા9 દિવસ પહેલા
 • કૉપી લિંક
લાડોલ ક્લસ્ટરની 10 શાળાઓના ધોરણ 1થી 8ના 1966 વિદ્યાર્થીઓ માટે સજ્જતા વર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો - Divya Bhaskar
લાડોલ ક્લસ્ટરની 10 શાળાઓના ધોરણ 1થી 8ના 1966 વિદ્યાર્થીઓ માટે સજ્જતા વર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો
 • વિદ્યાર્થીઓને 58 વોટ્સએપ ગ્રુપ બનાવી 54 શિક્ષકો ભણાવે છે
 • સમયપત્રક બનાવી ક્લસ્ટરના 75 શિક્ષકો દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે

કોરોનાની મહામારીને કારણે ધોરણ 2 થી 8ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગથી શૈક્ષણિક કાર્ય ચાલુ હતું. ત્યારે મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના લાડોલ સી.આર.સી.ની 10 સરકારી પ્રાથમિક શાળાઓ દ્વારા ધોરણ 2 થી 8ના 1747 વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય ટી.વી., લેપટોપ, કમ્પ્યૂટર, ટેબલેટ, એન્ડ્રોઇડ મોબાઇલ ફોન વગેરે જેવા ઉપલબ્ધ ડિજિટલ સામગ્રીઓ દ્વારા અને ડીડી ગિરનાર શૈક્ષણિક કાર્યક્રમો, વર્ચ્યુઅલ ક્લાસ, શેરી શિક્ષણ તેમજ શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે રૂબરૂ મુલાકાત લઈને પ્રથમ સત્રના પ્રારંભથી શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

1966 વિદ્યાર્થીઓ માટે સજ્જતા વર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો
વિદ્યાર્થીઓના ડિજિટલ લર્નિંગ માટે 58 વૉટ્‌સએપ ગ્રુપ બનાવી 54 શિક્ષકો દ્વારા તેમને રોજ-બરોજ જરૂરી શૈક્ષણિક સામગ્રી, શૈક્ષણિક વીડિયો, પ્રવૃત્તિઓ વગેરે કલસ્ટર લેવલેથી અને શાળા કક્ષાએથી આપવામાં આવી રહ્યા છે. ત્યારે મહેસાણા જિલ્લાના લાડોલ ક્લસ્ટર ક્ક્ષાએથી ધોરણ 3 થી 8ના 1515 જેટલા વિદ્યાર્થીઓનું વિવિધ વિષયોમાં ઓનલાઇન ડિજિટલ કસોટીઓ દ્વારા જુલાઈ મહિનાથી જ સતત મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.

શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને દરરોજ ફોન કરીને માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે આ સમગ્ર કાર્યને વધુ અસરકારક બનાવવા તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના હેતુસર જિલ્લા વિકાસ અધિકારી એમ.વાય. દક્ષિણીની પ્રેરણા અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડૉ. ગૌરાંગ વ્યાસ તેમજ નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પુલકિત જોશીના માર્ગદર્શન હેઠળ લાડોલ ક્લસ્ટરની 10 શાળાઓના ધોરણ 1થી 8ના 1966 વિદ્યાર્થીઓ માટે સજ્જતા વર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે.

ક્લસ્ટરના 75 શિક્ષકો દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે
ક્લસ્ટરના 75 શિક્ષકો દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે

રાજ્યમાં સૌ પ્રથમ આ પ્રોજેકટ અમલમાં મુકાયો
આ પ્રોજેક્ટ રાજ્યમાં સૌ પ્રથમવાર અમલમાં મુકવામાં આવેલો છે. આ નવતર પ્રોજેક્ટ હેઠળ હોમ લર્નિંગ અંર્તગત લાડોલ ક્લસ્ટરની 10 પ્રાથમિક શાળાઓ દ્વારા ગામના વિવિધ મહોલ્લા, ખુલ્લા પરિસર અને શેરીઓમાં 165 સજ્જતા વર્ધક કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં દરેક ધોરણના વિદ્યાર્થીઓને 10 થી 12ની નાની-નાની ટુકડીઓમાં વિભાજિત કરવામાં આવ્યા છે. પ્રત્યેક સજ્જતા વર્ધક કેન્દ્રમાં 10 થી 12 વિદ્યાર્થીઓની એક ટુકડી મુજબ પ્રત્યેક ધોરણ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને અન્ય તમામ જરૂરી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

વિવિધ શૈક્ષણિક સાધન વડે અભ્યાસ કરાવાયું
સજ્જતા વર્ધક કેન્દ્રો માટે સમયપત્રક બનાવી ક્લસ્ટરના 75 શિક્ષકો દ્વારા દરરોજ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવી રહ્યું છે. પ્રત્યેક શિક્ષક દ્વારા દરરોજ અલગ અલગ કેન્દ્રો ઉપર ત્રણ તાસ લેવામાં આવે છે. પ્રત્યેક તાસ એક કલાકનો હોય છે. જેને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સજ્જતા વધારવા માટે શરૂ કરવામાં આવેલા, આ સજ્જતા વર્ધક કેન્દ્રોની વિશેષતાએ છે કે, વિદ્યાર્થીઓનું નાના નાના ગ્રુપમાં સમયબદ્ધ શૈક્ષણિક કાર્ય શરૂ થઇ જવા પામ્યું છે. તેમજ શાળામાંથી શૈક્ષણિક સાધન સામગ્રી કેન્દ્ર ઉપર લઇ જઈને તેની મદદથી બીજા સત્રનો અભ્યાસક્રમ પદ્ધતિસર વિદ્યાર્થીઓને શીખવવામાં આવી રહ્યો છે. પ્રત્યેક ધોરણમાં વિદ્યાર્થીઓને વિવિધ વિષયોમાં જરૂરી હોય તેવી પ્રતિનિધિત્વરૂપ બંન્ને સત્રની તમામ અધ્યયન નિષ્પત્તિઓ આધારિત શૈક્ષણિક મુદ્દાઓનું વિવિધ શૈક્ષણિક સાધન સામગ્રીની મદદથી દ્રઢિકરણ,પુનરાવર્તન અને સંકલ્પના સ્પષ્ટીકરણ કરાવવામાં આવી રહ્યું છે.

કેન્દ્રોમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિકસ્થિતિનું નિદાન કરી ઉપચારાત્મક કાર્ય શરૂ કરાયું
કેન્દ્રોમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિકસ્થિતિનું નિદાન કરી ઉપચારાત્મક કાર્ય શરૂ કરાયું

આગળના ધોરણના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી અભ્યાસ કરાવાશે
​​​​​​​
આ અંગેનું બંને સત્રનું અધ્યયન નિષ્પત્તિઓ આધારિત વિષયવાર સાહિત્ય લાડોલ સી.આર.સી. કક્ષાએથી કો.ઑર્ડિનેટર સંજયભાઈ પટેલ તેમજ ક્લસ્ટરના 17 વિષય શિક્ષકોની મદદથી તૈયાર કરી શિક્ષકોને અધ્યાપનકાર્ય માટે આપવામાં આવેલા છે. ઉપરના ધોરણમાં વિદ્યાર્થીઓને શીખવામાં સરળતા રહે તે માટે બંને સત્રના કોર્સને સ્પાઈરલ કરી આગળના ધોરણના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓની કચાસ દૂર કરવામાં આવી રહી છે. આ કેન્દ્રોમાં વિવિધ વિષયોમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિકસ્થિતિનું નિદાન કરી ઉપચારાત્મક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમજ એકમ કસોટી અને ડિજિટલ કસોટી આધારિત માર્ગદર્શન અને તેનું ઉપચારાત્મક કાર્ય પણ વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે.

વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય ચાલુ
આ સજ્જ્તા વર્ધક કેન્દ્રોમાં શિક્ષકો દ્વારા જાતેજ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નિદાન કરી શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે શાળામાં આવશે ત્યારે આવા નવતર પ્રોજેક્ટ હેઠળ તૈયાર કરાયેલા સાહિત્યની મદદથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય વધુ સરળ બનશે અને ઉપરના ધોરણમાં જતાં પહેલાં વિદ્યાર્થીઓમાં જરૂરિયાત મુજબની અધ્યન નિષ્પત્તિઓ આધારિત કૌશલ્યો કેળવાયેલા હશે. શાળાઓ શરૂ થયા પછી પણ આ નવતર પ્રોજેક્ટ હેઠળ વિદ્યાર્થીઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય ચાલુ રહેશે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંકલન અને સંચાલન ક્લસ્ટર કક્ષાએથી સી.આર.સી. કો.ઑર્ડિનેટર સંજયભાઈ પટેલને શાળા કક્ષાએથી આચાર્યો દ્વારા કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો