તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જોરણંગ ગામની યુવતીની હત્યા પહેલાં દુષ્કર્મ આચરાયાનું ખુલ્યું

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાંઘણજ પોલીસે દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો, હત્યારો પ્રેમી 31 ડિસેમ્બર સુધી પોલીસ રિમાન્ડ પર

મહેસાણા તાલુકાના જોરણંગની યુવતીનું ગળુ કાપીને હત્યા કરવાના બહુચર્ચિત કેસમાં હત્યારાએ હત્યાં પહેલાં યુવતી સાથે શરીરસંબંધ બાંધ્યો હોવાનું એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં આવતાં લાંઘણજ પોલીસે હત્યાની સાથે દુષ્કર્મની કલમનો પણ ઉમેરો કર્યો છે. જોરણંગ ગામની સીમમાં 18 વર્ષની યુવતીની ગળુ કાપીને હત્યા કરવાના કેસમાં લાંઘણજ પોલીસે એફએસએલના નિષ્ણાતો પાસે કરાવેલા પીએમના પ્રાથમિક રિપોર્ટને આધારે દુષ્કર્મની કલમનો ઉમેરો કર્યો છે.

લાંઘણજ પીએસઆઇ એસ.ડી. રાતડાએ જણાવ્યું કે, યુવતીની અન્ય યુવાન સાથે થયેલી સગાઇ સંજયજી ઠાકોરને પસંદ ન હતી અને તે મુદ્દે જ તેણે યુવતીને ઘટના સ્થળે બોલાવી હતી અને અહીં તેની સાથે દુષ્કર્મ આચરી તું મારી નહીં તો કોઇની નહીં તેમ કહી બોલાચાલી બાદ ધારિયાથી ગળાના ભાગે ઘા કરતાં યુવતીનું મોત થયું હતું. હત્યાના ગુનામાં ઝડપાયેલા સંજયજી ઠાકોરને મહેસાણા કોર્ટમાં રજૂ કરતાં પોલીસ તપાસ માટે 31 ડિસેમ્બર સુધીના રિમાન્ડ આપ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો