મહેસાણા તાલુકામાં અટલ ભૂ જલ યોજના હેઠળ 92 ગામડાઓમાં પાણી બચાવવાની લોકજાગૃતિ કેળવતો રથ પરિભ્રમણ કરશે.મહેસાણા તાલુકા પંચાયત સંકુલથી શુક્રવારે પ્રમુખ ભોગીભાઇ પટેલના હસ્તે અટલ ભૂ જલ લોકજાગૃતિ રથનું પ્રસ્થાન કરાયુ હતું.
કેન્દ્ર સરકારની યોજના હેઠળ પાણી બચાવો લોકજાગૃતિ કાર્યક્રમ શરૂ કરાયો છે. શુક્રવારે તાલુકા પંચાયત પ્રમુખ ભોગીભાઈ પટેલ, ઉપપ્રમુખ કિરણભાઇ ચૌધરી, ટીડીઓ, ના. ટીડીઓ, ડેવલપમેન્ટ સપોર્ટ સેન્ટર અમદાવાદના પ્રતિનિધીઓની ઉપસ્થીતીમાં રથ પ્રસ્થાન કરાયુ હતું.જેમાં પ્રમુખ ભોગીભાઇ પટેલે કહ્યુ કે, ભૂગર્ભ પાણીના તળ નીચે જઇ રહ્યા છે.જે આપણા સૌના માટે ચિંતાનો વિષય છે.
ભૂગર્ભના જળ વધારે નીચે ના થાય અને આવનારી પેઢી માટે અત્યારના પાણી સ્તર જળવાઇ રહે અને તેમાં સુધારો થાય તે માટે પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને પાણી બચાવવા લોકોમાં જાગૃતિ ઉભી થાય તે હેતુથી મહાત્વાકાંક્ષી યોજના અમલમાં મૂકાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.