તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કિશોરનું મોત:ધો.10ની પરીક્ષાનું ફોર્મ ભરવા જાય તે પહેલાં કિશોરને કાળ ભરખી ગયો

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાસણા-મગરોડા રોડ પર બાઇક-કાર અથડાતાં દેલાના કિશોરનું મોત
  • બીજા યુવકને ઇજા, ફોટોગ્રાફીના કામે બાઇક પર મગરોડા જતાં અકસ્માત

ધોરણ-10ની પરીક્ષાનું ફોર્મ ભરવા જતાં પહેલા મિત્ર સાથે બુધવારે સવારે સ્ટુડિયોના કામે બાઇક પર જઇ રહેલા કિશોરનું બાસણા પાસે કારની ટક્કરે મોત થયું હતું. જ્યારે અન્ય એકને ઇજા થતાં સારવાર માટે ખસેડાયો હતો. મહેસાણા તાલુકાના દેલા ગામના જયેશભાઇ બી. ચૌધરી સ્ટુડિયોનું કામ કરતા હોઇ બુધવારે ગામના જયેશ પ્રહલાદભાઇ રાવળ (17)ને સાથે લઇ અલોડા જવાનું નક્કી કર્યું હતું.

જેમાં જયેશ રાવળને ધોરણ-10ની પરીક્ષા માટે ધિણોજ ફોર્મ ભરવા જવાનું હોઇ પરત આવીને ફોર્મ ભરવાનું વિચારી જયેશભાઇ ચૌધરી સાથે બાઇક પર મગરોડા જવા નીકળ્યા હતા. સવારે 9.30 વાગે બાસણા નજીક ઇકો ગાડીએ ટક્કર મારતાં બાઇક પરથી પટકાયેલા બંને યુવકોને ગંભીર ઇજા થતાં મહેસાણા સિવિલમાં લવાયા હતા. જ્યાં જયેશ રાવળને તબીબે મૃત જાહેર કર્યો હતો.

સિવિલના એએસઆઇ કાનજીભાઇ દેસાઇએ લાશનું પીએમ કરાવવા સહિતની કાર્યવાહી કરાવી હતી. ખેતીકામ કરતા પિતા સિવિલમાં એકના એક પુત્રની લાશ જોતાં જ ફસડાઇ પડ્યા હતા. તેમની સ્થિતિ જોઇ હાજર લોકોએ તેમને ઘરે મોકલી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો