ગ્રામ પંચાયત ચૂંટણી:બેચરાજીનું સૂરજ ગામ પંચાયત છેલ્લા 30 વર્ષથી સમરસ છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ વખતે સરપંચ પદ માટે પાંચ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી
  • ગામમાં સ્ટ્રીટ લાઈટ, પેવર બ્લોક, રોડ સહિતની સુવિધાનો અભાવ

મહેસાણા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને ઉમેદવારો છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા એડીંચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બેચરાજી તાલુકામાં આવેલા સૂરજ ગામમાં સરપંચ પદ મેળવવા માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. સુરજ ગામ પંચાયત છેલ્લા 30 વર્ષથી સમરસ હતું, પરંતુ વિકાસના કાર્યો નહિવત જોવા મળી રહ્યા છે.

કુલ 1500 આસપાસ મતદારો સૂરજ ગામમાં હાલમાં જૂથ પંચાયત તરીકે કોઠાપુરા ગામનો સમાવેશ કરાયો છે. ગામમાં 1100 જેટલા મતદારો છે જ્યારે કોઠાપુરામાં 366 મતદારો મળી કુલ 1500 આસપાસ મતદારો આ ચૂંટણીમાં મતદાન કરશે. ગામમાં ઠાકોર સમાજની સંખ્યા વધુ છે. આ ઉપરાંત ભરવાડ, રબારી, નાયક, વણકર સહિત સમાજના લોકો વસવાટ કરે છે.

ગામમાં કુલ આઠ વોર્ડ

સૂરજ ગામમાં આઝાદી બાદ એક વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી જે બાદ સતત 30 વર્ષ સુધી ગ્રામ પંચાયત સમરસ બની હતી. જોક, સતત આટલા વર્ષો સુધી ગ્રામ પંચાયત સમરસ રહેવા છતા ગામનો વિકાસ જોઈએ એટલો થયો નથી. ત્યારે આ વર્ષે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાવાની છે. જેમાં સરપંચ પદ માટે પાંચ ઉમેદવારો મેદાનમાં છે. ગામમાં કુલ આઠ વોર્ડ આવેલા છે.

ગામમાં સુવિધાનું નામો નિશાન નહિ!

ગામમાં રહેતા કૌશિકભાઈએ જણાવ્યું હતું કે, ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા નથી. રોડ રસ્તા, બસ સ્ટોપ, સરકારી દવાખાનું સહિતની સુવિધાનો અભાવ છે. તેમજ પંચાયત મકાન પણ જર્જરિત હાલતમાં છે. ગામમાં આવેલી સ્કૂલમાં ત્રણ ઓરડા છે જર્જરિત હાલતમાં છે જેમાં બાળકો ભણી રહ્યા છે. ગામમાં માત્ર એક પીવા માટે પાણીનો બોર છે જે અગાઉ બનેલા સરપંચે બનાવ્યો છે. ગામમાં જ્યા જોવો ત્યાં ઉકરડા, અને તૂટેલા રોડ જોવા મળી રહ્યા છે.

ગામમાં દારૂનું દુષણ વધુગામમાં સરપંચ ઉમેદવાર તરીકે ઉભેલા જગદીશભાઈએ જણાવ્યું હતું કે, ગામનો કોઈ વિકાસ થયો નથી. ગામમાં મોટામાં મોટો મુદ્દો દારૂનું દુષણ છે. ગામમાં અત્યાર સુધી અગાઉના સરપંચ ભણેલા ના હોવાના કારણે સરકારી યોજનો ગ્રામજનો સુધી પહોંચાડી નથી. ત્યારે અમે હાલમાં ગામ ના વિકાસના મુદ્દા પર ચૂંટણી લડી રહ્યા છીએ. જેમાં જો હું સરપંચ પદ મેળવીશ તો ગામમાં આવનારા સમયમાં ખેતરોમાં જવા માટે રોડ, cctv, ગ્રામપંચાયત, સ્ટ્રીટ લાઈટ જેવા વર્ષોથી ઝઝૂમતા પ્રશ્નોનું નિરાકરણ લાવીશ તેવી મતદારોને લેખિતમાં બાંહેધરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...