રજૂઆત:મહેસાણા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં બેચરાજીના ધારાસભ્યે મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા, બહુચરાજી અને જોટાણાના અંતરિયાળ ગામોમાં પાણીની અછત

મહેસાણા જિલ્લામાં આવેલા બહુચરાજી, મહેસાણા, અને જોટાણા તાલુકાના અંતરિયાળ ગામોમાં ઉનાળામાં પાણી વગર ખેડૂતોની હાલત દયનિય બની છે. ત્યારે બનાસકાંઠાની જેમ મહેસાણાના વિસ્તારમાં ખેડૂતોને પણ સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવાની માંગ બહુચરાજીના ધારાસભ્યએ કરી છે.

બહુચરાજીના ધારાસભ્ય ભરતજી ઠાકોરે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને જણાવ્યું છે કે, મહેસાણા, બહુચરાજી અને જોટાણા તાલુકાના અંતરિયાળ ગામોમાં ઉનાળામા ખેડૂતો પાણી વગર ખેડૂતોની હાલત કફોડી બની છે. હાલ બહુચરાજી, જોટાણાં વિસ્તારમાં તમામ માઇનોર, સબ માઇનોર કેનલોમાં સરકારે પાણી બંધ કર્યું છે. જેના કારણે વિસ્તરના ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે.

ઉનાળાની ગરમી વચ્ચે કેનલો ખાલી હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. હમણાં બનાસકાંઠાના ખેડૂતોને પાણી આપવામાં આવ્યું છે. પરંતુ મહેસાણા જિલ્લામાં અત્યારે કેનાલો સૂકી પડી છે. ઘણા સમયથી બહુચરાજી વિસ્તારમાં આવેલ રૂપેણ, પુષ્પાવતી, ખારી જેવી નદીઓમાં પણ પાણી છોડાયું નથી. જેના કારણે પશુપાલકોને પણ મુશ્કેલી પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાયું તે પ્રમાણે તાત્કાલિક ધોરણે જવાબદાર અધિકારીઓને સૂચના આપીને મહેસાણા જિલ્લાના ખેડૂતોને પણ ઝડપી નર્મદાની બ્રાન્ચ કેનલોમાં નર્મદાનું પાણી આપવામાં આવે તેવી રજૂઆત મુખ્યમંત્રીને કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...