બેઠક:કોરોનાની સંભવીત ત્રીજી લહેરમાં સારવાર બાબતે આત્મ નિર્ભર બનો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેની અધ્યક્ષતામાં આયોજન મંડળની બેઠક યોજાઇ

જિલ્લાના પ્રભારી મંત્રી વિભાવરીબેન દવેએ સરકીટ હાઉસ મહેસાણા ખાતે યોજાયેલ બેઠકમાં જણાવ્યું હતું કે,વહીવટીતંત્ર અને નાગરિકોના સહયોગથી કોવિડ વાયરસ સંક્રમણ અટકાયતી પગલાંના ભાગરૂપે પ્રયત્નો કરવાના છે. આગામી સમયમાં સંભવિત ત્રીજી લહેરના સંદર્ભે મહેસાણા જિલ્લો કોવિડની સારવાર બાબતે આત્મનિર્ભર બની આગેવાની લે તેવી અપીલ કરી હતી.

મહિલા અને બાળ કલ્યાણ શિક્ષણ મંત્રી વિભાવરીબેન દવેએ જણાવ્યું હતું કે મહેસાણા જિલ્લામાં સરકાર,સંસ્થાઓ સહિત ધારાસભ્યોની ગ્રાન્ટોમાંથી ઓક્સિજન પ્લાન્ટોનું નિર્માણ થઇ રહ્યું છે.જિલ્લો કોવિડની સંભવિત ત્રીજી લહેર સામે આરોગ્યક્ષેત્રની તમામ સવલતો સાથે મક્કમ બન્યો છે.યાત્રાધામ વિકાસ મંત્રી વિભાવરીબેન દવેએ ઉમેર્યું હતું કે શિક્ષણ,આંગણવાડી અને આરોગ્ય ક્ષેત્રે નાગરિકોને સવલતો મળી રહે તે માટે સૌનો સહકાર જરૂરી છે.બેઠકમાં વર્ષ ૨૦૨૧-૨૨માં વિકેન્દ્રીત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ,૦૫ ટકા પ્રોત્સાહન જોગવાઇ,ખાખરીયા ટપ્પાના વિકાસની જોગવાઇ,ખાસ પ્લાન હેઠળ ફાળવેલ ગ્રાન્ટ સામે મળનાર રકમનું આયોજન સહિતની વિવિધ બાબતો ચર્ચા કરાઇ હતી. આ ઉપરાંત વર્ષે ૨૦૧૮-૧૯ થી ૨૦૨૦-૨૧ના ૧૫ ટકા વિવેકાધીન જોગવાઇ,૦૫ ટકા પ્રોત્સાહક જોગવાઇ,ખાસ વિસ્તારની ગ્રાન્ટમાંથી મંજુર થયેલ કામો પૈકી કામ ફેરની બહાલી સહિતની વિકાસના બાબતોએ બેઠકમાં વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં સંસદ સભ્ય શારદાબેન પટેલ, કલેકટર એચ.કે.પટેલ,જિલ્લા વિકાસ અધિકારી એમ,વાય.દક્ષિણી, ,ધારાસભ્ય ઋષિકેશભાઇ પટેલ,અજમલજી ઠાકોર, ડો,.આશાબેન પટેલ, કરશનભાઇ સોલંકી,ભરતસિંહ ઠાકોર,રમણભાઇ પટેલ,અધિક કલેકટર પ્રદિપસિંહ રાઠોડ,અધિકારી સહિત ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...