તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

હવામાન:બંગાળની ખાડીનું લો પ્રેશર આંધ્રપ્રદેશ તરફ ફંટાતા ઉ.ગુ.માં બે દિવસ રાહત

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 શહેરોનું તાપમાન 33.3 થી 33.8 ડિગ્રીની વચ્ચે

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી લો-પ્રેશર સિસ્ટમ આંધ્રપ્રદેશના ઉત્તર ભાગ તરફ પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે ઉત્તર ગુજરાતને ચોમાસુ સીઝનના છેલ્લા વરસાદ માટે બે દિવસ રાહ જોવી પડશે. મંગળવાર કોરોધાકોર પસાર થતા ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોનું તાપમાન 33.3 થી 33.8 ડિગ્રીની વચ્ચે રહ્યું હતું.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સપ્ટેબર મહિનાના અંત સાથે ઉત્તર ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેશે. બીજી બાજુ 48 કલાક પહેલા બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ પશ્ચિમ-ઉત્તર દિશા તરફ આગળ વધીને આંધ્રપ્રદેશના ઉત્તર ભાગ તરફ આગળ વધી રહ્યું છે. જો આ સિસ્ટમ પશ્ચિમ દિશા તરફ આગળ વધી હોત તો ઉત્તર ગુજરાતને ભારે થી અતિભારે વરસાદ વરસવાની પ્રબળ શકયતા હતી.

જો કે, સિસ્ટમની દિશા બદલાતા ઉત્તર ગુજરાતને હળવો વરસાદ મળવાની શક્યતા બની છે. જે અંતર્ગત આગામી 48 કલાક સુધીમાં ઉત્તર ગુજરાતના છુટાછવાયા વિસ્તરમાં હળવા ઝાપટાંની શકયતા છે. બીજી બાજુ મંગળવારે ભારે ઉકળાટ અને ગરમીનો કહેર વર્તાયો હતો. જેમાં ડીસા 33.8 ડિગ્રી સાથે ઉત્તર ગુજરાતનું સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ઇડરનું 33.6 ડિગ્રી, પાટણનું 33.5 ડિગ્રી તેમજ મહેસાણા અને મોડાસાનું 33.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો