ક્રાઇમ:બાવલુ પોલીસે કારનો પીછો કરી રૂ.72 હજારનો વિદેશી દારૂ ઝડપ્યો

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડી તાલુકાના ચંદનપુરા ગામની સીમમાં દારૂ ભરેલી કાર મૂકી બે ફરાર
  • બહુચરાજીના દેલવાડાથી 18 હજારના દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

બાવલુ પોલીસે કડીના ચંદનપુરાની સીમમાંથી રૂ.72 હજારનો દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી. જ્યારે મોઢેરા પોલીસે બહુચરાજી તાલુકાના દેલવાડા ગામેથી રૂ.18 હજારના દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો.

બાવલુ પોલીસે શેફડા ચોકડી પર કડી તરફથી આવતી કારને રોકવા પ્રયાસ કરતાં કારચાલકે ભગાવી હતી. પોલીસે પીછો કરતાં બે શખ્સો ચંદનપુરાની સીમમાં કાર મૂકી ભાગી છુટ્યા હતા. પોલીસે કાર (જીજે 18 બીસી 7856)ની તલાશી લેતાં રૂ.2.72 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન કારની નંબર પ્લેટ ખોટી હોવાનું ખૂલ્યું હતું. પોલીસે ભાગી છુટેલા બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.

જ્યારે મોઢેરા પોલીસ પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી આધારે શુક્રવાર વહેલી સવારે બહુચરાજીના દેલવાડા ગામે કરેલી રેડમાં રૂ.17,835ની દારૂની 159 બોટલ અને બિયરના 36 ટીન તેમજ રૂ.300નો દેશીદારૂનો વોશ મળી કુલ રૂ.18,135નો મુદ્દામાલ મળી આવતાં જપ્ત કર્યો હતો. આ મામલે મોઢેરા પોલીસે દરબાર (ઠાકોર) રામભા ચીનુજીને ઝડપી પાડી તેની વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...