તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગભરાટ:બાસણાની મહિલા આંગણવાડી કાર્યકરની કોરોના રસી લીધા બાદ તબિયત લથડતાં સિવિલમાં દાખલ

મહેસાણા22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડાયાબિટીસ અને બીપી હાઇ થતાં સારવાર હેઠળ, જિલ્લા આરોગ્ય અધિકારી, સિવિલ સર્જને તપાસ કરી
  • કંસારાકુઇ પીએચસીમાં રસી લીધા બાદ શરીરમાં ધ્રૂજારી સાથે ખેંચ આવતી હતી

બાસણાની મહિલા આંગણવાડી કાર્યકરે બુધવારે કંસારાકુઇ પીએચસીમાં કોરોનાની રસી લીધા બાદ તબિયત લથડતાં મહેસાણા સિવિલમાં લવાઇ હતી. જેને શરીરમાં ધ્રૂજારી અને ખેંચની અસર વર્તાઇ હતી. બાસણા આંગણવાડીનાં કાર્યકર કલાવતીબેન વિજયભાઇ પરમારે બુધવારે સવારે વિસનગરના કંસારાકુઇ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની રસી લીધા બાદ ઓબ્ઝર્વેશન રૂમમાં બેઠાં હતાં. રસી લીધાના અડધો કલાક બાદ તેમની તબિયત લથડી હતી. તેમના પુત્ર કેયુરે જણાવ્યા મુજબ, રસી લીધા બાદ તેમને ઉલ્ટી શરૂ થઇ અને પછી ખેંચ આવતાં આખુ શરીર ધ્રૂજવા લાગ્યું હતું.

હાલ મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે. અહીં ફરજ બજાવતા તબીબે કહ્યું કે, કલાવતીબેનને જ્યારે દવાખાને લવાયાં ત્યારે તેમને ડાયાબિટીસ 600 અને 190 બીપી હતું. તેમની હાલની સ્થિતિ જોતાં એમઆરઆઇ કરાવવા તજવીજ કરી છે. જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડો. વિષ્ણુભાઇ પટેલ, સિવિલ સર્જન જોશી સહિતે સિવિલમાં મહિલાની તબિયત સંબંધે જાણકારી મેળવી હતી.

રસી લીધા બાદ માથુ દુ:ખવું, અશક્તિનાં લક્ષણો
આરોગ્ય સ્ટાફની સાથે પોલીસ વિભાગ પણ રસીકરણમાં જોડાયો છે. ત્યારે કહેવાય છે કે, રસી લેનાર 30 ટકાને માથુ દુ:ખવું, શરીરમાં અશક્તિ અને સામાન્ય તાવની ફરિયાદ રહે છે. જોકે, આરોગ્ય અધિકારી ર્ડો. વિષ્ણુભાઇ પટેલે કહ્યું કે, અમારી પાસે આવી કોઇ ફરિયાદ આવી નથી.

પોલીસ જવાનની સેલ્ફી સાથે રસી
મહેસાણા સિવિલમાં નર્સિંગ કોલેજ ખાતે બુધવારે પોલીસના તાલીમી જવાને રસીને યાદગાર બનાવવા રસી લેતી વખતે સેલ્ફી લીધી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો