ખાતેદારોનો ઘસારો વધશે:જિલ્લામાં બે દિવસે આજે બેંકો ખુલશે, ગ્રાહકોનો ઘસારો વધશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સતત બે દિવસ શુક્રવારે કર્મચારીઓની હડતાલમાં બેંકો બંધ રહેતાં ઘણાં એટીએમ કેસલેસ થયા

બેંકોના ખાનગીકરણની સરકારની નીતિના વિરોધમાં રાષ્ટ્ર વ્યાપી રાષ્ટ્રીય કૃત બેંકોની હડતાલમાં મહેસાણા જિલ્લામાં તમામ 118 શાખાઓ ગુરુવારે અને શુક્રવારે બંધ રહેતા અંદાજે 4000 કરોડના ક્લીયરીગના નાણાકીય વ્યવહારો ઠપ્પ રહ્યા હતા. શનિવારે બેંક ખુલતા જ ગ્રાહકોનો કામકાજ માટે ધસારો વધશે.

મહેસાણા જિલ્લામાં એસ.બી.આઇ, બરોડા બેંક, કેનેરા બેંક, યુનિયન બેંક સહિત રાષ્ટ્રીયકૃત બેંકોના કર્મચારીઓ સરકાર ખાનગીકરણનું બિલ કેબિનેટમાં પસાર કરવા જઇ રહી હોઇ તેના વિરોધમાં હડતાલ પર ઉતરતા બે દિવસ બેંક કામકાજ ઠપ્પ રહ્યુ હતું. જેના કારણે ખાતેદારોના ચેક ક્લિયરન્સ વગેરે નાણાકીય વ્યવહારો અટકાવઇ પડ્યા હતા. હજુ આગામી સમયમાં સરકાર બદલાવ નહિ કરે તો અચોક્કસ મુદ્દતની હડતાલ આવી શકે છે.આ દરમ્યાન હવે બે દિવસ બાદ શનિવારે બેંક ખુલશે,રવિવારે રજા આવે છે ત્યારે તે પહેલા શનિવારે બેંકોમાં રોજીદા કરતાં ખાતેદારોનો ઘસારો વધશે.

અન્ય સમાચારો પણ છે...