તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:આંબલિયાસણની બેંક ઓફ બરોડા બહાર ખાતેદારોની ભીડથી હાલાકી

આંબલિયાસણ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 દિવસથી પાસબુક એન્ટ્રી મશીન બંધ હોઇ ગ્રાહકો મુશ્કેલીમાં

મહેસાણા તાલુકાના આંબલિયાસણ સ્ટેશનમાં બેંકમાંથી નાણાં ઉપાડવા ખાતેદારોની ભારે ભીડ જમા થતાં ફરી એકવાર નોટબંધી જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. બીજીબાજુ 15 દિવસથી પાસબુક એન્ટ્રી મશીન બંધ હોઇ ખાતેદારોને તકલીફ ભોગવવી પડી રહી છે. લોકડાઉનમાં સરકારે જનધન ખાતામાં નાણાં જમા કરાવતાં મહિલા ખાતેદારો બેન્ક ઓફ બરોડા આગળ વહેલી સવારથી લાઇનમાં લાગી જાય છે. તો બેંકનું પાસબુક એન્ટ્રી મશીન 15 દિવસથી બંધ હોવાથી એન્ટ્રી પડાવવા માટે બેથી ત્રણ કલાક લાઈનમાં ઉભા રહેવું પડે છે. બેંકકર્મી દ્વારા એક પછી એક ખાતેદારને અંદર બોલાવે છે પરંતુ બહાર લાગતી લાઈનના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. અહીં ખાતેદારો માટે પાણી જેવી સુવિધા પણ નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો