ચેક રિટર્ન કેસમાં સજા:વિજાપુર અદાલતમાં બેન્કના કર્મીને ચેક રિટર્ન કેસમાં છ માસની સજા, 1.55 લાખ ચુકવવા આદેશ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

વિજાપુર કોર્ટમાં ચેક રિટર્ન નો કેસ ચાલી જતા ફરિયાદી પક્ષ તરફથી ચુકાદો આવતા આરોપીને ફરિયાદીને 1.55 લાખ વળતર લેખે પરત કરવા હુકમ કર્યો હતો. ઉપરાંત છ માસની સાદી સજા કરવામાં આવી હતી. વિગત અનુસાર ફરિયાદી ઉજાસ અમૃતભાઈ વિજાપુર ઉમિયા નગરના રહેવાસીને એક વર્ષ અગાઉ આરોપી ઠાકોર દશરથજી રહે ગોઠવા આથમણો વાસ તાલુકો વિસનગર જે દેના બરોડા ગ્રામીણ બેંક વિસનગર તાલુકાના કડા ગામની શાખા ખાતે નોકરી કરતા હતા તે દરમિયાન ફરિયાદી સાથે ઓળખાણ થતા મિત્રતા બંધાઈ હતી. સંબંધોનો ઉપયોગ કરીને દશરથજીએ ઉજાસ પાસેથી 2.50 લાખ રૂપિયાની માગણી કરી હતી જેથી ઉજાશે 15/ 7 /2017 ના રોજ કાયદેસરનું લખાણ લખાવીને બે વર્ષમાં પરત કરવાના શરતે રૂપિયા 2 લાખ 50 હજાર રોકડા આપ્યા હતા.

બે વર્ષની મુદતથી વધુ સમય થઈ જતા ઉજાસે ઉઘરાણી કરતાં દશરથજીએ ઉદાસને દેના ગ્રામીણ બેંક વિજાપુર શાખાનો ચેક આપ્યો હતો જે ચેક બેંકમાં જમા કરાવતા ચેક પરત ફર્યો હતો બીજી વખત ચેક આપ્યો હતો તે પણ રિટર્ન થયો હતો જેથી ઉજાસે નામદાર કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો. વિજાપુરના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની અદાલત સમગ્રમાં ચુકાદો આપી આરોપીએ આપી દીધેલા રૂપિયા 60000 અને રૂપિયા 35,000 આપી આરોપી દશરથજીને ₹1,55,000 ફરિયાદીને વળતર ચૂકવવા તથા છ માસની સાદી કેટની સજા ફટકારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...