તસવીર બોલે છે!:બનાસકાંઠાનો સીપુ ડેમ ખાલીખમ પણ સરકારી ચોપડો 68 કરોડ લિટર પાણી હોવાનું દર્શાવે છે

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાગળ પર પાણી પણ ડેમ તળિયાઝાટક

બનાસકાંઠાના સીપુ ડેમમાં 27 ઓગસ્ટ, 2021ના રોજ 123 કરોડ લિટર (1.23 MCM) સાથે 0.76% પાણી ભરાયું હોવાનું દર્શાવ્યું હતું. જોકે, દિવ્ય ભાસ્કર દ્વારા તે સમયે લીધેલી તસ્વીર પ્રમાણે ડેમમાં ખાબોચિયું ભરાયેલું દેખાય છે. તેવી રીતે 8 જૂન, 2022ના રોજ 68 કરોડ લિટર (0.68 MCM) સાથે 0.42% પાણી હોવાનું દર્શાવ્યું છે. સતત 9 મહિના સુધી તળિયાઝાટક રહેલા ડેમમાં તંત્ર કાગળ ઉપર પાણી દર્શાવી રહ્યું છે.

પત્રક પ્રમાણે રાજ્યના 5 ઝોનમાં પાણીની સ્થિતિ

ઝોનડેમકુલ જથ્થોજથ્થો
ઉત્તર ગુજરાત152349611213
મધ્ય ગુજરાત178223069840
દક્ષિણ ગુજરાત13394875318664
કચ્છ2049532750
સૌરાષ્ટ્ર1416537354208
કુલ206570926456675

(નોંધ : પાણીનો જથ્થો કરોડ લિટરમાં દર્શાવ્યો છે)

જે સીપુ ડેમમાં માત્ર ખાબોચીયા જેટલું પાણી હતું ત્યાં એક તબક્કે સરકારી ચોપડે 123 કરોડ લીટર પાણી દર્શાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...