તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર એનાલિસિસ:10.24 લાખના વેક્સિનેશન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ અને 9.08 લાખ સાથે મહેસાણા જિલ્લો બીજા ક્રમે

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશનમાં સાબરકાંઠા રાજ્યના 33 જિલ્લામાં 12મો, અરવલ્લી 22મો અને પાટણ જિલ્લો 23મા ક્રમે - Divya Bhaskar
વેક્સિનેશનમાં સાબરકાંઠા રાજ્યના 33 જિલ્લામાં 12મો, અરવલ્લી 22મો અને પાટણ જિલ્લો 23મા ક્રમે
  • 10.24 લાખના વેક્સિનેશન સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ અને 9.08 લાખ સાથે મહેસાણા જિલ્લો બીજા ક્રમે
  • ઉ.ગુ.માં 34.11% રસીકરણ, 26.42 % લોકોએ પ્રથમ, 7.69 %એ બંને ડોઝ લીધા
  • ઉ.ગુ.માં 34.11 ટકા વસતીએ રસી મૂકાવી, જેમાં 26.42 ટકાએ પ્રથમ ડોઝ અને 7.69 ટકા લોકોએ બંને ડોઝ લીધા

રાજ્યમાં 2.47 કરોડ લોકોના વેક્સિનેશન સામે ઉત્તર ગુજરાતમાં 26 જૂન સુધીમાં 34.11 લાખ લોકો રસીનો પ્રથમ અને બીજો ડોઝ લઇ ચૂક્યા છે. રાજ્યમાં સૌથી વધુ વેક્સિનેશનનો રેકોર્ડ બનાસકાંઠાના નામે છે. આ જિલ્લામાં 10.24 લાખ લોકોને રસી અપાઇ છે.

રાજ્યમાં બીજો ક્રમ પણ ઉત્તર ગુજરાતનો જ છે. 9.08 લાખ વેક્સિનેશન સાથે મહેસાણા બીજા નંબરે છે. જે રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ મહાનગર કરતાં પણ વધારે છે. તો સાબરકાંઠા જિલ્લો 5.86 લાખના વેક્સિનેશન સાથે રાજ્યમાં 12મો, અરવલ્લી જિલ્લો 4.54 લાખ સાથે 22મો, પાટણ 4.37 લાખ વેક્સિનેશન સાથે 23મા ક્રમે છે.

ઉત્તર ગુજરાતની સરેરાશ 1 કરોડની વસતીમાં 34.11 લાખ લોકોએ એટલે કે 34.11 ટકા વસતીને કોરોનાની રસી અપાઇ છે. જેમાં 26.42 લાખ લોકોએ પ્રથમ અને 7.69 લાખ લોકોએ બંને ડોઝ લઇ લીધા છે. ઉ.ગુ.માં પ્રથમ ડોઝ લેવામાં 31.7 ટકા સાથે મહેસાણા મોખરે છે.

ત્યાર બાદ અરવલ્લી જિલ્લામાં 29.95 ટકા, સાબરકાંઠામાં 28.19 ટકા, બનાસકાંઠામાં 22.94 ટકા અને પાટણમાં 22.90 ટકા સાથે છેલ્લે છે. એજ પ્રમાણે બંને ડોઝ લેવામાં 11.39 ટકા સાથે અરવલ્લી જિલ્લો સૌથી આગળ છે. ત્યાર બાદ સાબરકાંઠામાં 8.44 ટકા, મહેસાણામાં 8.41 ટકા, બનાસકાંઠામાં 6.32 ટકા અને છેલ્લે 6.27 ટકા સાથે પાટણ જિલ્લો આવે છે.

ઉ.ગુ.માં 18થી 44માં 9.46 લાખ અને 45 વર્ષથી 24.64 લાખ લોકોએ રસી લીધી (આંકડા કોવિન ડેશબોર્ડ મુજબ)

જિલ્લોવસતીકુલ રસીકરણપ્રથમ ડોઝબીજો ડોઝપુરુષસ્ત્રી18થી 4445થી 6060થી વધુ
મહેસાણા23 લાખ9,08,1837,14,7321,93,4514,71,8534,36,2273,19,9472,93,6612,94,575
પાટણ15 લાખ4,37,6643,43,60694,0582,27,8162,09,7961,47,4051,54,6461,35,613
બનાસકાંઠા35 લાખ10,24,3328,03,0672,21,2655,61,6244,62,5162,04,4354,76,3273,43,570
સાબરકાંઠા16 લાખ5,86,1274,51,0851,35,0423,07,6732,78,3451,67,0062,25,2681,93,853
અરવલ્લી11 લાખ4,54,8423,29,5451,25,2972,32,1542,22,6031,08,0261,61,7671,85,049
કુલ1 કરોડ34,11,14826,42,0357,69,11318,01,12016,09,4879,46,81913,11,66911,52,660

રસીકરણમાં પુરુષનું પ્રમાણ 18.01 ટકા અને સ્ત્રીનું પ્રમાણ 16.10 ટકા નોંધાયું
અત્યાર સુધીમાં થયેલા રસીકરણના આંકડા બતાવે છે કે પુરુષો કરતાં મહિલાઓ રસી લેવામાં થોડીક એટલે કે માત્ર 2 ટકા પાછળ છે. જેના માટે ખાસ કરીને અભણ મહિલાઓમાં રસીને લઇ છુપો ડર તેમજ વૃદ્ધ મહિલાઓમાં હવે રસી લઇને શું કામ છે તેવી માનસિકતા કારણભૂત મનાય છે. ઉત્તર ગુજરાતમાં 18.01 ટકા પુરુષ રસીકરણની સામે મહિલાનું પ્રમાણ 16.10 ટકા જેટલું છે.

સ્ત્રી રસીકરણમાં અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 20.23 ટકા, તે પછી મહેસાણા જિલ્લામાં 18.96 ટકા, સાબરકાંઠા જિલ્લામાં 17.39 ટકા, પાટણ જિલ્લામાં 13.98 ટકા અને બનાસકાંઠા જિલ્લામાં સૌથી ઓછું 13.21 ટકા થયું છે.

18 થી 44માં સૌથી વધુ રસીકરણ મહેસાણામાં
18 થી 44 વયના 9,46,819 લોકોએ રસી લીધી છે. જેમાં મહેસાણામાં 3.19 લાખ, બનાસકાંઠામાં 2.04 લાખ, સાબરકાંઠામાં 1.67 લાખ, પાટણમાં 1.47 લાખ,અરવલ્લી જિલ્લામાં 1.08 લાખ લોકો છે.

સૌથી વધુ રસીકરણ 45 થી 60ના વય જૂથમાં, બનાસકાંઠા મોખરે
ઉ.ગુ.માં 45થી 60ની વયના 13,11,669 લોકોએ રસી લીધી છે. ત્યાર બાદ 60થી વધુમાં 11,52,660 અને 18થી 44 વયના 9,46,819નો સમાવેશ થાય છે. 45થી 60 વયમાં બનાસકાંઠામાં 4.76 લાખ, મહેસાણામાં 2.93 લાખ, સાબરકાંઠામાં 2.25 લાખ, અરવલ્લીમાં 1.61 લાખ અને પાટણમાં 1.54 લાખે રસી લીધી છે.

અન્ય સમાચારો પણ છે...