કાર્યવાહી:પૈસા મામલે યુવકની હત્યા કરનારા બલોલના બે ભાઈને 12 વર્ષની સજા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 8 વર્ષ પૂર્વે ગામના યુવાન પાસે રૂપિયાની માંગણી કરી તકરાર કરી હતી
  • મહેસાણા સેશન્સ કોર્ટનો ચુકાદો, રૂ. 5હજાર દંડ પણ ફટકાર્યો

મહેસાણાના બલોલમાં રૂપિયા ના આપનાર યુવાન પર છરી અને ધારિયા વડે હુમલો કરી હત્યા કરનાર બે આરોપી ભાઈઓને મહેસાણા સેશન્સ કોર્ટે 12 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. બલોલમાં રહેતા ભગતસિંહ રણછોડજી ઠાકોર અને વિજયજી રણછોડજી ઠાકોર સાથે 2014 માં 13 માર્ચના રોજ ગામના જ ઠાકોર લાલાજી ઉદાજી અને અરવિંદજી ઉદાજી નામના બે ભાઈઓએ રૂપિયાની માગણી કરી તકરાર કરી હતી. આથી લાલાજીએ છરી અને અરવિંદજીએ વિજયજી ઉપર ધારિયા વડે હુમલો કરી સાથળના ભાગે અને કમરના ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં વિજયજીને 108 મારફતે મહેસાણા સિવિલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પોતાના ભાઈની હત્યા અંગે ભગતસિંહ ઠાકોરે સાંથલ પોલીસ મથકે લાલાજી અને અરવિંદજી બંને ભાઈઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ચાર્જશીટ કર્યા બાદ આ કેસ શુક્રવારે મહેસાણાની સેશન્સ કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ સંજય પટેલની દલીલોની આધારે જજ ઝંખનાબેન ત્રિવેદીએ બંને આરોપીઓ ઠાકોર લાલાજી ઉદાજી અને ઠાકોર અરવિંદજી ઉદાજીને 12 વર્ષની સખત કેદની સજા અને 5000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...