તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફ્રેન્ડશીપ કલબ કેસ:2.23 કરોડની ઠગાઈમાં 2 આરોપીના જામીન નામંજૂર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી
  • ફ્રેન્ડશીપ કલબના સભ્ય બનાવી આધેડ સાથે ઠગાઈ કરી હતી

મહેસાણા સેશન્સ કોર્ટે 2.23 કરોડની ઠગાઈમાં બે આરોપીના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

મહેસાણામાં દોઢ મહિના અગાઉ એક વયસ્કને ફ્રેન્ડશીપ કલબના સભ્ય બનાવી યુવતી સાથે શરીરસુખની લાલચ આપી રૂ.2.23 કરોડની છેતર​​​​​​પીડી આચર્યાના બનાવમાં સંડોવાયેલા આરોપીઓ સામે ફરીયાદ બાદ પોલીસ તપાસમાં વધુ નામ ખુલ્યા હતા.આ કેસમાં માણસાના ચરાડાના બે આરોપી જીતકુમાર મહેન્દ્રભાઇ પટેલ અને પાર્થ મહેન્દ્રભાઇ પટેલ બન્નેની મહેસાણામાં સેશન્સ જજ એ.એલ.વ્યાસની કોર્ટમાં આગોરાતા જામીન માટે અરજ થઇ હતી.જેમાં સરકારી વકીલ અશોકભાઇ એસ.વ્યાસે દલીલ કરી હતી કે, આ બંન્ને માણસો પૂર્વઆયોજીત કાવતરામાં સંડોવાયેલા છે અને લાલચ આપી ઠગાઇનો કેસ હોઇ આગોતરા જામીન ન આપવા અંગે દલીલો કરી હતી.જેમાં કોર્ટે દલીલો ગ્રાહ્ય રાખીને બંન્ને આરોપીની આગોતરા જામીન અરજી નામંજુર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...