અકસ્માત:બહુચરાજી APMC ડિરેક્ટરની કારને અકસ્માત, 2ને ઇજાઓ, કારમાં સવાર જેતપુરના તલાટીને ઇજા

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • મોઢેરા રોડ પર સદુથલા પાસે અકસ્માત

મહેસાણા- મોઢેરા રોડ પર સદુથલા ગામ નજીક મહેસાણા તરફથી આવી રહેલી ટ્રકે કારને ટક્કર મારતાં જેતપુરના વતની અને બહુચરાજી એપીએમસીના ડિરેક્ટર અને તલાટીને ઈજા થતાં લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તલાટીને સામાન્ય ઈજા હોઇ રજા આપી હતી. ચાલક ટ્રક મૂકી ફરાર થઈ ગયો છે. પોલીસે ટ્રકચાલક સામે ગુનો નોંધ્યો હતો.

બહુચરાજીના જેતપુરના બળવંતસંગ ગુલાબસંગ ઠાકોર તેમના ગામના તલાટી કૃણાલ શાહ સાથે કારમાં મહેસાણા જતા હતા. સદુથલા પાસે પૂરઝડપે આવી રહેલી ટ્રકે ટક્કર મારી હતી. તેથી બંને લોકો ઈજાગ્રસ્ત થતા મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તલાટીને સામાન્ય ઈજાઓ હોવાથી રજા આપી દેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...