તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:ખેરવામાં મામાના ઘરે આવેલા બાળકનું કારની ટક્કરે મોત થયું, 20 દિવસ પહેલાં બાળકની માતાનું મોત થયું હતું

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બાળક ઘરની બહાર નીકળી રસ્તા પર પહોંચ્યો હતો

ખેરવામાં મામાના ઘરે અાવેલા 3 વર્ષના બાળકને બુધવાર બપોરે કાર ચાલકે અડફેટે લઇ અકસ્માત સર્જ્યો હતો. જેમાં બાળકનું મોત નિપજ્યું હતું. વિસનગર તાલુકાના ભાલક ગામના રાવળ પરિવાર કુદરત રૂઠી હોય તેમ 20 દિવસ પહેલાં મૃતક બાળકની માતાનું મોત નીપજ્યું હતું.વિસનગર તાલુકાના ભાલક ગામના અશ્વિનભાઇ કાંતિભાઇ રાવળની પત્નિ ચેતનાબેનનું મોત 20 દિવસ પહેલાં નિપજ્યું હતું. જેને લઇ અશ્વિનભાઇ તેમના પિતા કાંતિભાઇ, પુત્રી ધૃવી (6) અને પુત્ર અારવ (3) સાથે ખેરવા ગામે બુધવારે પોતાની સાસરીમાં ભેગા થવા અાવ્યા હતા.

અા દરમિયાન બપોરે 1 વાગ્યાની અાસપાસ અારવ રમતા રમતાં ઘરની બહાર નીકળી રસ્તા પર પહોંચ્યો હતો. દરમિયાન ખેરવાથી દેવરાસણ તરફ પુરઝડપે જતી કાર (જીજે 01 કેબી 2394)ના ચાલકે અારવને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અારવનું કમનસીબે ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. અા મામલે મહેસાણા તાલુકા પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...