તપાસ:ઊંઝાના મક્તુપુરમાં કેનરા બેન્કમાં ચોરીનો પ્રયાસ

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઊંઝા તાલુકાના મક્તુપુરમાં કેનરા બેન્કની શાખાના મુખ્ય દરવાજાનું તાળુ તોડીબે શખ્સો અંદર ઘૂસ્યા હતા. જોકે, ચોરીમાં સફળ થયા ન હતા. બે ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયા હોઇ ઊંઝા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મક્તુપુરમાં આવેલી કેનરા બેન્કની શાખાના મુખ્ય દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશ કરી ચોરી કરવાનો બે અજાણ્યા શખ્સોએ પ્રવેશ કર્યો હતો.

જો કે, બેન્કમાંથી કોઈ ચીજવસ્તુ કે રોકડ રકમની ચોરી નહી થતાં બેન્કના મેનેજરે રાહતનો દમ લીધો હતો. બે અજાણ્યા શખ્સો તાળું તોડીને બેન્કમાં પ્રવેશ કરતા બેન્કના સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી બેન્કનાં મેનેજર અંકિત નહેરૂએ ઊંઝા પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવી, બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...